પત્નીની હત્યા કરી ફેસબુક પર અપલોડ કર્યા ફોટા

murder
વોશિંગટન, 9 ઑગસ્ટઃ અમેરિકામાં એક 31 વર્ષીય યુવકે પોતાની પત્નીની ગોળી મારીને હત્યા કરી દીધી અને પછી ફેસબુક પર મૃતદેહની તસવીરો અપલોડ કરીને પોતાનો ગુનો કબુલ્યો હતો. તેણે બાદમાં પોલીસ પાસે જઇને આત્મસમર્પણ કર્યું છે.

મિયામીના રહેવાસી ડેરેકે મેદિનાએ ફેસબુક એકાઉન્ટ પર લખેલા સંદેશમાં તેણે પોતાની પત્ની 26 વર્ષીય જેનીફર અલફાંસોની હત્યાની વાત સ્વિકારી છે. મેદિનાએ પોતાની પત્નીની જે તસવીરો ફેસબુક પર નાંખી છે, તેમાં તે રસોડામાં પડેલી છે અને તેના હાથ અને ચહેરા પર લોહી લાગેલું છે. તેના કેપ્શનમાં લખેલું છે, 'રેસ્ટ ઇન પીસ જેનિફર'.

ગુરુવારની આ ઘટના અંગે મેદિનાએ પોતાના ગુનાને એમ કહીંને યોગ્ય ઠેરવી છે કે તેની પત્ની તેને મારતી હતી. ધ મિયામી ન્યૂ ટાઇમ્સમાં આ અહેવાલ આપવામાં આવ્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે, ' હું મારી પત્નીની હત્યા કરવા બદલ જેલ જઇશ અથવા તો મોતની સજા ભોગવીશ. ફેસબુકના તમામ મિત્રો પ્રત્યે પ્રેમ. મને તમારા બધાની યાદ આવશે અને તમે મને સમાચારોમાં જોશો. મારી પત્ની મારી સાથે મારપીટ કરતી હતી અને હું તેને વધુ સહન કરી શકું તેમ નહોતો. તેથી મે આવું કર્યું. આશા છે કે તમે આ બાબતને સમજી શકશો.'

પોલીસે જણાવ્યું કે, મેદિનાએ ત્યારબાદ કેમેરા સામે કહ્યું કે તેણે ઘરેલુ વિવાદના કારણે જેનિફરને ગોળી મારી. પોલીસ અધિકારીએ ત્યારબાદ દક્ષિણ મિયામી સ્થિત તેના ઘરે ગયા અને ત્યાંથી મહિલાનો મૃતદેહ તથા એક 10 વર્ષીય બાળકીનો કબજો મેળવ્યો જે સુરક્ષિત હતી.

મેદિના વ્યવસાયે એક અભિનેતા છે અને મુશ્કેલીઓમાં ફસાયેલા લોકોની મદદ અંગે એક પુસ્તક પણ લખ્યું છે, જેમાં હાઉ આઇ સેવ્ડ સમવન્સ લાઇફ. અને મેરેજ એન્ડ ફેમેલી પ્રોબ્લેમ્સ થ્રૂ કોમ્યુનિકેશન વગેરે સામેલ છે. મેદિનાના પિતા ડેરેક મેદિનાએ જણાવ્યું તેમનો પુત્ર તેમની પાસે આવ્યો હતો અને પોતાની પત્નીની હત્યા કર્યાની વાત સ્વિકારી હતી, કારણ કે તેની પત્ની કથિત રીતે તેને ચાકુ બતાવીને ધમકાવી રહી હતી.

તેના પિતા તેને પોલીસ સ્ટેશને લઇ ગયા અને ત્યાંથી તેણે પોલીસ સામે આત્મસમર્પણ કર્યું. તેણે જણાવ્યું કે જે 10 વર્ષીય બાળકીને એપાર્ટમેન્ટમાંથી બચાવવામાં આવી તે જેનિફરના તેના જૂના પતિ દ્વારા પેદા થયેલી પુત્રી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X