US Shooting Video: કેન્સાસમાં જીતની ઉજવણીમાં અંધાધૂંધ ગોળીબાર, 1નુ મોત, 22 ઘાયલ, એકઠા થયા હતા હજારો લોકો
Kansas Shooting: અમેરિકાના મિસૌરી રાજ્યના કેન્સાસ શહેરમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે અને ઓછામાં ઓછા 22 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. ઘાયલોમાં નવ બાળકો પણ સામેલ છે.
આ તમામ ઘાયલ લોકો હવે જોખમની બહાર હોવાનું કહેવાય છે. પોલીસે આ કેસમાં ત્રણ લોકોની અટકાયત કરી છે. આ તમામ લોકો ગુરુવારે NFL ચેમ્પિયન ચીફ્સના સુપર બાઉલમાં 'કેન્સાસ સિટી ચીફ્સ'ની સતત બીજી સુપર બાઉલ જીતની ઉજવણી કરવા માટે એકત્ર થયા હતા.

સુપર બાઉલમાં કેન્સાસ સિટી ચીફના વિજયની ઉજવણી કરવા માટે શહેરભરમાં પરેડ યોજાઈ રહી હતી. પરંતુ પરેડ બપોરના સમયે પૂરી થવાની હતી ત્યારે અચાનક ગોળીબારના અવાજ સંભળાવા લાગ્યા. ઉજવણી અને ઉલ્લાસ ટૂંક સમયમાં ભયાનક ચીસાચીસના દ્રશ્યમાં ફેરવાઈ ગયો.
ચારેબાજુ અરાજકતાનો માહોલ સર્જાયો હતો. લોકો પોતાનો જીવ બચાવવા માટે આમથી તેમ દોડવા લાગ્યા. શહેરના યુનિયન સ્ટેશન પાસે સામૂહિક ગોળીબારમાં એક મહિલાનું મોત થયું હતું. અચાનક થયેલી નાસભાગમાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે.
હુમલાખોરોએ પરેડ પર ગોળીબાર કેમ કર્યો તે હજુ સુધી જાણી શકાયું નથી. ફાયર ડિપાર્ટમેન્ટના ચીફ રોસ ગ્રાન્ડિસને જણાવ્યું હતું કે ગોળીબારની ઘટનામાં 22 લોકો શિકાર બન્યા હતા. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે અને 15 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
આ ઘટના સમયે 800થી વધુ પોલીસકર્મીઓ ત્યાં હાજર હતા. એક અધિકારીએ જણાવ્યું કે પરેડમાં ભાગ લેવા આવેલા કેટલાક લોકોએ એક શંકાસ્પદ વ્યક્તિને પકડી લીધો હતો. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં લોકો હુમલાખોરને પકડતા જોવા મળી રહ્યા છે.
કેન્સાસ સિટી પોલીસ ચીફ સ્ટેસી ગ્રેવ્સે તેમના ઝડપી પ્રતિસાદ માટે તેમના અધિકારીઓની પ્રશંસા કરી, પરંતુ ધરપકડ કરાયેલા ત્રણ શકમંદો અથવા ગોળીબાર માટેના કોઈપણ સંભવિત હેતુ વિશે માહિતી આપવાનો ઇનકાર કર્યો.
તમને જણાવી દઈએ કે અમેરિકા દાયકાઓથી માસ શૂટિંગની સમસ્યાથી ઝઝૂમી રહ્યું છે. તાજેતરના વર્ષોમાં તેનો દર વધી રહ્યો છે. ગયા વર્ષે સામૂહિક ગોળીબારમાં કુલ 182 હત્યાઓ થઈ હતી, જેણે 2020માં બનાવેલા અગાઉના રેકોર્ડને તોડ્યો હતો.
Breaking Video of Heroic Kansas City fans tackling one of the shooters pic.twitter.com/cAxL9Kox8d
— Fantasy Fanatics (@FFB_Fanatics) February 14, 2024












Click it and Unblock the Notifications
