For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇરાકની અલ મલિકિ સરકારને બરખાસ્ત કરવાનું ઓબામા પર દબાણ

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટન/કાબુલ, 19 જૂન : અમેરિકન કોંગ્રેસના સભ્યોએ રાષ્ટ્રપતિ બરાક ઓબામા પર એ બાબત માટે દબાણ વધારી દીઘું છે કે તેઓ ઇરાકના વડાપ્રધાન નૂરી અલ મલિકિને રાજીનામુ આપી દેવા માટે રાજી કરી લે.

આ સભ્યોનું કહેવું છે કે અલ મલિકિના નેતૃત્વની નિષ્ફળતાને પગલે જ ઇરાકમાં સશસ્ત્ર વિદ્રોહની સ્થિતિ ઉભી થઇ છે. રાષ્ટ્રપતિ ઓબામા દ્વારા કોંગ્રેસના નેચાઓની સાથે ઇરાકમાં અમેરિકાના વિકલ્પ અંગે ચર્ચા વિચારણા છતાં વહીવટી અધિકારીઓ તથા કોંગ્રેસના સભ્યોએ અલ મલિકિ ઉપર પ્રહારો તેજ કરી દીધા છે.

તેમનું કહેવું છે કે ઇરાકના વડાપ્રધાન પોતાના દેશના સાંપ્રદાય આધારિત મતભેદોને દૂર કરવામાં નિષ્ફળ રહ્યા છે. જેનો લાભ ઉગ્રવાદીઓ ઉઠાવી રહ્યા છે.

obama

અમેરિકન સેનાના જનરલ માર્ટિન ડેમ્પેસેને, જે સેનાના ચીફ ઓફ સ્ટાફના ચેરમેન પણ છે, તેમણે કોંગ્રેસની સુનવણી દરમિયાન જણાવ્યું કે ઇરાકના શિયા વડાપ્રધાને ઉગ્રવાદીઓનો સામનો કરવા માટે વાયુસેનાની સહાયતા માંગી છે.

જનરલે એવું નથી જણાવ્યું કે અમેરિકાએ સહાય કરવી જોઇએ કે નહીં. અમેરિકાએ ઇરાકમાંથી વર્ષ 2011માં પોતાની સેનાને પાછી બોલાવી લીધી હતી. આથી હવે ઇરાકને હવાઇ મદદનો નિર્ણય બરાક ઓબામા જ કરી શકશે.

ડેમોક્રેટિક સેનેટર ડિયાન ફેસ્ટીને જણાવ્યું કે અલ મલિકિએ અત્યાર સુધી સૌને સાથે લઇને વહીવટ ચલાવવા અંગે કોઇ સંકેતો આપ્યા નથી. ફેસ્ટિન સેનેટની ગુપ્તચર બાબતોની સમિતીના અધ્યક્ષ પણ છે. જો મેળ મિલાપની પ્રક્રિયા શરૂ કરવી હશે તો અલ મલિકિની સરકારે રાજીનામુ આપવું પડશે.

ઓબામાના વહીવટી તંત્રએ અલ મલિકિને દૂર કરવા અંગે પોતાનો સ્પષ્ટ મત આપ્યો નથી. પરંતુ તેમણે તેમની કાર્યપ્રણાલી અંગે નિરાશાના સંકેત આપી દીધા છે. બીજી તરફ ઓબામાએ સેનેટમાં નેતાઓને રાષ્ટ્રપતિ ભવનમાં આજે ઇરાકની સ્થિતિ અંગે ચર્ચા કરવા માટે બોલાવ્યા છે. જો કે એ બાબતના કોઇ સંકેત આપ્યા નથી કે અમેરિકા ઇરાકમાં સૈન્ય કાર્યવાહીની કોઇ યોજના રજૂ કરશે કે નહીં.

English summary
US president Barack Obama in pressure to suspend Al Maliki government in Iraq.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X