For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાનો ઈલાજ કરાવી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના સંક્રમણથી રિકવર થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે.

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના સંક્રમણથી રિકવર થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. આ અંગેની માહિતી ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કરીને આપી. ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કરીને લખ્યુ આજે હું મહાન વૉલ્ટર રીડ મેડિકલ સેન્ટરમાંથી 6.30 વાગે જતો રહીશ. ખરેખર સારુ અનુભવી રહ્યો છે. કોવિડથી ડરશો નહિ, તેને પોતાના જીવન પર હાવી ન થવા દો. અમે ટ્રમ્પ પ્રશાસન અંતર્ગત અમુક સારી દવાઓ અને માહિતી તૈયાર કરી લીધી છે. હું 20 વર્ષ પહેલા જેવુ અનુભવતો હતો તેનાથી વધુ સારુ આજે અનુભવી રહ્યો છુ.

trump

રિપોર્ટ અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પ હજુ સંપૂર્ણપણે રિકવર થયા નથી પરંતુ ઘરે જવામાં સક્ષમ છે. રાષ્ટ્રપતિનુ ઑક્સિજન સ્તર સામાન્ય છે અને વ્હાઈટ હાઉસમાં તેમને રેમડિસિવીરનો પાંચમો ડોઝ આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પને ચાર દિવસ પહેલા કોરોના સંક્રમિત થયા બાદ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. હાલમાં જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મેલાનિયા ટ્રમ્પ કોરોના પૉઝિટીવ મળ્યા હતા. પહેલા તો બંને વ્હાઈટ હાઉસમાં જ આઈસોલેટ હતા પરંતુ બાદમાં ટ્રમ્પની હાલત બગડી ગઈ હતી. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં ભરતી કરવા પડ્યા હતા. આ દરમિયાન તેમના લોહીમાં ઑક્સિજનની કમી જોવા મળી હતી.

ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ વૉલ્ટર રીડ મિલિટ્રી સેન્ટરમાં ભરતી હતા ત્યારે પોતાની બુલેટ પ્રૂફ ગાડીમાં બેસીના નીકળ્યા હતા. ત્યારબાદ તે થોડે દૂર સુધી ગયા અને ગાડીની અંદર સમર્થકોનુ અભિવાદન કર્યુ. વિશેષજ્ઞોનુ કહેવુ છે કે ટ્રમ્પે આમ કરીને પોતાના જ પ્રશાસન તરફથી જારી સાર્વજનિક સ્વાસ્થ્ય દિશા નિર્દેશોનુ ઉલ્લંઘન કર્યુ હતુ. 15 ઓક્ટોબરે ડોનાલ્ડ ટ્રમ્પ માયામીમાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે બીજા રાઉન્ડની ચર્ચામાં ભાગ લેશે.

જો ગરબાને મંજૂરી આપી દેવામાં આવી તો કોરોના વાયરસ તબાહી મચાવી શકેજો ગરબાને મંજૂરી આપી દેવામાં આવી તો કોરોના વાયરસ તબાહી મચાવી શકે

English summary
US President Donald Trump discharged from hospital after treatment of Coronavirus.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X