અફઘાનિસ્તાન સંકટ પર જો બાઈડેનનુ સંબોધન, કાબુલમાં ચાલી રહ્યુ છે ઈતિહાસનુ સૌથી મોટુ એરલિફ્ટ મિશન

અફઘાનિસ્તાન સંકટ પર હવે જો બાઈડેનનુ લેટેસ્ટ નિવેદન સામે આવ્યુ છે.

કાબુલઃ અફઘાનિસ્તાનમાં તાલિબાનની વાપસી બાદ ભલે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સેનાને પાછી બોલાવવાના પોતાના નિર્ણયને યોગ્ય ગણાવી રહ્યા હોય પરંતુ તાલિબાનને લઈને તેમની ચિંતાઓ પણ કોઈનાથી છૂપી નથી. તાલિબાન પર રાષ્ટ્રને સંબોધિત કર્યા બાદથી જ જો બાઈડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અફઘાનની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. અફઘાનિસ્તાન સંકટ પર હવે જો બાઈડેનનુ લેટેસ્ટ નિવેદન સામે આવ્યુ છે. તેમણે રાષ્ટ્રને સંબોધિત કરીને કહ્યુ કે અમેરિકી સેના કે તેમના લોકો પર કોઈ પણ પ્રકારનો હુમલો થયો તો સહન નહિ કરે.

biden

ભારતીય સમય અનુસાર શુક્રવારની રાતે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને અફઘાનિસ્તાનની સ્થિતિ અને ત્યાંથી રેસ્ક્યુ કરવામાં આવેલા લોકો વિશે માહિતી આપી. તેમણે કહ્યુ - અમે જુલાઈથી અત્યાર સુધી 18000થી વધુ લોકો અને 14 ઓગસ્ટથી સેનાનુ એરલિફ્ટ અભિયાન શરૂ થયા બાદથી લગભગ 13000 લોકોને કાબુલથી બહાર લાવી ચૂક્યા છે. આ ઈવેક્યુએશન મિશન ખતરનાક છે. આમાં સશસ્ત્ર બળો માટે જોખમ શામેલ છે અને આને મુશ્કેલી પરિસ્થિતિઓમાં સંચાલિત કરવામાં આવી રહ્યુ છે. હું વચન નથી આપી શકતો કે અંતિમ પરિણામ શું હશે પરંતુ આ નુકશાનનના જોખમ યથાવત રહેશે.

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને આગળ કહ્યુ કે, 'અમે કાબુલ એરપોર્ટને સુરક્ષિત કર્યુ છે જેથી માત્ર સૈન્ય જ નહિ પરંતુ અન્ય દેશના પેસેન્જર ચાર્ટરોથી તેમના નાગરિકો અને મજબૂર અફઘાનીઓને બહાર લાવનાર બિન સરકારી સંગઠન ફરીથી ઉડાનો શરૂ કરવા માટે સક્ષમથઈ રહ્યા છે. આજે 5 હજારથી વધઉ અમેરિકી લોકોને ત્યાંથી બહાર કાઢવામાં આવી ચૂક્યા છે. અફઘાનિસ્તાનના કાબુલમાં અમારા 6000 સૈનિક એરપોર્ટની આસપાસ અને રનવેની સુરક્ષા કરી રહ્યા છે. આ ઈતિહાસનુ સૌથી મોટુ અને સૌથી મુશ્કેલ એરલિફ્ટોમાંનુ એક છે.' આ દરમિયાન તાલિબાને ચેતવણી આપીને કહ્યુ કે અમે કોઈ પણ હુમલાનો પૂરી તાકાતથી જવાબ આપીશુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X