For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રશિયા પર અમેરિકાનુ મોટુ એલાન, ગેસ, ક્રૂડ ઓઈલ અને ઉર્જાની આયાતો પર લગાવ્યો પ્રતિબંધ

અમેરિકાએ હવે કઠોર પગલુ લઈને રશિયાની ક્રૂડ ઓઈલની આયાત પર પ્રતિબંધ લગાવ્યો છે.

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ રશિયાનો 14 દિવસથી યુક્રેન પર હુમલા ચાલુ છે. યુક્રેનની સ્થિતિ ભયાનક થઈ રહી છે. યુદ્ધગ્રસ્ત દેશમાંથી લાખો લોકો જીવ બચાવીને ભાગી ચૂક્યા છે. આ દરમિયાન બેલારુસમાં સોમવારે થયેલ ત્રીજા દોરની વાતચીત પણ પરિણામહીન સાબિત થઈ. વળી, હવે આખી દુનિયામાં કોઈનુ પણ નહિ સાંભળી રહેલ રશિયા પર અમેરિકા ચારે તરફથી ઘેરાબંધી કરવાની કોશિશ કરી રહ્યુ છે. પહેલેથી રશિયા પર ઘણા પ્રકારના પ્રતિબંધ લગાવી ચૂકેલ અમેરિકાએ હવે કઠોર પગલુ લઈને રશિયાની ક્રૂડ ઓઈલની આયાત પર પ્રતિબંધ લગાવ્યો છે.

joe biden

રશિયાની અર્થવ્યવસ્થાને ઝટકો આપવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને મંગળવારે રશિયા પર ઘણા પ્રતિબંધ લગાવવાનુ એલાન કર્યુ છે. પોતાના નિવેદનમાં બાઈડેને કહ્યુ અમે રશિયાની કુદરતી ગેસ, ક્રૂડ ઓઈલ અને ઉર્જાની બધી આયાતો પર પ્રતિબંધ લગાવી રહ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યુ કે અમે આ પ્રતિબંધ સાથે આગળ વધી રહ્યા છે, એમ સમજીને કે અમારા ઘણા યુરોપીય સહયોગી અને ભાગીદાર અમારી સાથે શામેલ થવાની સ્થિતિમાં નહિ હોઈ શકે.

રશિયા પર આર્થિક પ્રતિબંધોને લઈને જો બાઈડેને આગળ કહ્યુ કે અમે ઈતિહાસમાં આર્થિક પ્રતિબંધના સૌથી મહત્વના પેકેજને લાગુ કરી રહ્યા છે અને આ રશિયાની અર્થવ્યવસ્થાને તગડુ નુકશાન પહોંચાડી રહ્યુ છે. આ સાથે બાઈડેને કહ્યુ કે યુક્રેનના હુમલા બાદ રશિયા વિરુદ્ધ જેવી એક્શન અમેરિકાએ લીધી છે તેવી કોઈ પણ બીજો દેશ ન લઈ શકે. બાઈડેનના જણાવ્યા મુજબ રશિયામાં ઘણી કંપનીઓએ પોતાના બિઝનેસ સમેટી લીધા છે. વળી, ઘણી ક્રૂડ ઓઈલ કંપનીઓ પણ બંધ થઈ ચૂકી છે.

આ તરફ ઘણી મોટી કંપનીઓ પણ રશિયાના યુક્રેન પર હુમલા બાદ પોતાના પગલાં લઈ રહી છે. આ હેઠળ હવે KFC અને Pizza Huttએ પણ રશિયામાં પોતાના કારોબાર બંધ કરવાનો નિર્ણય કર્યો છે. વળી, આ પહેલા ક્રૂડ ઓઈલ કંપની શેલે પણ રશિયામાંથી ક્રૂડ ઓઈલ અને કુદરતી ગેસની ખરીદીને રોકવાનો નિર્ણય કર્યો છે.

રશિયા પર પ્રતિબંધની બાઈડનની જાહેરાતની અસર હાલમાં જ અમેરિકી બજારમાં દેખાવા લાગી છે. માહિતી મુજબ રશિયાથી તેલ અને ગેસની આયાત ખતમ કરવાની તૈયારીઓ વચ્ચે અમેરિકામાં એક ગેલન પેટ્રોલની સરેરાશ કિંમત 4.17 ડૉલર(321.73 રૂપિયા)ની રેકૉર્ડ ઉંચી સપાટીએ પહોંચી ગઈ છે.

English summary
US President Joe Biden says We are banning all imports of Russian gas oil and energy
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X