NATOને મજબૂત કરવા 3 દેશોનો પ્રવાસ કરશે જો બાઈડન, વ્હાઈટ હાઉસે જાહેર કર્યુ પાંચ દિવસીય યાત્રાનુ શિડ્યુલ
Joe Biden Europe Visit: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન ત્રણ દેશોની મુલાકાતે જવાના છે. તેઓ તેમના પાંચ દિવસના પ્રવાસ દરમિયાન ત્રણ દેશોની મુલાકાત લેશે. રાષ્ટ્રપતિ બિડેન 9 જુલાઈથી 13 જુલાઈ સુધી વિદેશ પ્રવાસે જશે. તે યુરોપના દેશોનો પ્રવાસ કરશે.
રાષ્ટ્રપતિ જો બાઈડેન નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (નાટો) જોડાણને મજબૂત કરવા ત્રણ દેશોની યાત્રા કરી રહ્યા છે. તેઓ યુનાઇટેડ કિંગડમ, લિથુઆનિયા અને ફિનલેન્ડની મુલાકાત લેવા યુરોપ જશે.

વ્હાઇટ હાઉસે તેના સત્તાવાર નિવેદનમાં કહ્યું કે રાષ્ટ્રપતિ જો બાઈડેન 9થી 13 જુલાઈ સુધી ત્રણ દેશોની મુલાકાત લેશે. તેમણે જણાવ્યું હતું કે તેમની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ જો બાઈડેન આ દેશો વચ્ચેના ગાઢ સંબંધોને વધુ મજબૂત કરવા માટે કિંગ ચાર્લ્સ III અને વડા પ્રધાન ઋષિ સુનક સાથે વાતચીત કરવા માટે પ્રથમ લંડન જશે.
ત્યાર બાદ તેઓ 74મી નાટો સમિટમાં ભાગ લેવા માટે 11થી 12 જુલાઈ દરમિયાન લિથુઆનિયા જશે. ત્યારબાદ તેઓ યુએસ-નોર્ડિક લીડર્સ સમિટ માટે ફિનલેન્ડ જશે. અલ જઝીરાના રિપોર્ટ અનુસાર, જો બાઈડેનની યુરોપ યાત્રાનો હેતુ રશિયન આક્રમણ સામે આંતરરાષ્ટ્રીય ગઠબંધનને મજબૂત કરવાનો છે.
બાઈડેનની પાંચ દિવસની મુલાકાતનું મુખ્ય કેન્દ્ર લિથુઆનિયાના વિલ્નિયસમાં આ વર્ષે આયોજિત વાર્ષિક નાટો સમિટ હશે. વ્હાઇટ હાઉસે જાહેરાત કરી છે કે એપ્રિલમાં 31-રાષ્ટ્રોના સૈન્ય જોડાણમાં નોર્ડિક દેશના પ્રવેશની યાદમાં હેલસિંકી, ફિનલેન્ડ અને બ્રિટનમાં સ્ટોપનું આયોજન કરવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
