જિમમાં વર્ક આઉટ કરી રહ્યાં હતા બરાક ઓબામા અને બની ગયો વીડિયો

લાખો કરોડો લોકોની જેમ બરાક ઓબામા પણ સ્ટેપ અપ્સ કરતા, ક્યારેક પુશ અપ કરતા તો ક્યારેક મશીન પર કાર્ડિયોનો ટેસ્ટ કરતા. બરાક ઓબામાને વર્કઆઉટની આ ક્લિપ 25 સેકેંડની છે. બરાક ઓબામા આ વીડિયોમાં પોલેંડના વારસૉ સ્થિત મૈરિયટ હોટલના જિમમાં વર્કઆઉટ કરી રહ્યાં છે.
પહેલીવાર જ્યારે બરાક ઓબામાની જિમ એક્સરસાઇઝ સાથે જોડાયેલો કોઇ વીડિયો સામે આવ્યો છે. બરાક ઓબામાની સાથે ત્યાં બીજા કેટલાક લોકો પણ વર્ક આઉટ કરી રહ્યાં છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ક્લિપ જીમમાં આવેલી કોઇ વ્યક્તિએ પોતાના ફોનમાં રેકોર્ડ કર્યો છે.
બ્લેક જિમ સૂટમાં બરાક ઓબામા મ્યૂઝિકની સાથે પોતાના વર્ક આઉટને એન્જોય કરી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે પોતાના ત્રણ દિવસના યૂરોપિયન પ્રવાસ હેઠળ બરાક ઓબામા આ હોટલમાં રોકાયા હતા. તમે પણ નીચે આપેલા વીડિયોને ક્લિક કરો અને જુઓ કે કેવી રીતે અમેરિકાના રાષ્ટ્રપતિ જિમમાં પોતાનો પરસેવો પાડી રહ્યાં છે.
રાષ્ટ્રપતિ બરાક ઓબામાની સુરક્ષામાં જે સીક્રેટ સર્વિસના જવાન હરપળ તૈનાત રહે છે, તેમણે પણ આ વીડિયોની વૈધતાની પુષ્ટિ કરી દિધી છે. હોટલના કોઇપણ મહેમાનને ફોટોગ્રાફ લેતાં અટકાવવામાં આવ્યા ન હતા. બરાક ઓબામા આ જિમમાં રૂટીન વર્કઆઉટ હેઠળ હાજર હતા. જે સમયે તે વર્કઆઉટ કરી રહ્યાં હતા તે સમયે હોટલના મહેમાનોને જિમમાં દાખલ થવાની મનાઇ કરી દેવામાં આવી હતી.
જે હોટલમાં બરાક ઓબામા રોકાઇ છે ત્યાં દરેક મહેમાનને કડક સુરક્ષા તપાસમાંથી પસાર થવું પડે છે. જો કે સીક્રેટ સર્વિસને લાગતું નથી કે વારસૉ હોટલની આ ઘટના કયા પ્રકારે સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન છે. સીક્રેટ સર્વિસના પ્રવક્તા એડવિન ડોનોવાને કહ્યું કે જિમ જવું બરાક ઓબામાના ઓફિશિયલ શેડ્યૂલનો ભાગ ન હતો.
<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/ExQcrf80OSI?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>












Click it and Unblock the Notifications
