તાલિબાનને બાઈડનની ફટકાર, અફઘાનિસ્તાની બેંકના અબજો ડોલર અમેરિકાએ જપ્ત કર્યા

તાલિબાનને બાઈડનની ફટકાર, અફઘાનિસ્તાની બેંકના અબજો ડોલર અમેરિકાએ જપ્ત કર્યા

તાલિબાને અફઘાનિસ્તાનની નવી સરકાર બનાવવાની કવાયત ભલે શરૂ કરી દીધી હોય, પરંતુ તેને અમેરિકાએ જબરો ફટકાર લગાવ્યો છે. એક તરફ પાકિસ્તાન અને ચીને આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ અફઘાનિસ્તાનને આર્થિક મદદ પૂરી પાડવાની અપીલ કરી છે તો બીજી તરફ અમેરિકાએ અફઘાનિસ્તાનનો 'ખજાનો' જપ્ત કરી લીધો છે.

તાલિબાનને જબરો ઝાટકો

તાલિબાનને જબરો ઝાટકો

અમેરિકાએ કહ્યું કે તેઓ તાલિબાનની સરકારને માન્યતા નહી આપે અને આની સાથે જ અફઘાનિસ્તાન સરકારની અમેરિકામાં સ્થિતિ સારી સંપત્તિ અને અમેરિકન બેંકમાં રાખેલા બધા પૈસા ફ્રીજ કરી દીધા છે. એટલે કે હવે અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકાર જો બની જશે તો અફઘાનિસ્તાની લોકો અમેરિકી બેંકોમાં રાખેલા પૈસાનો ઉપયોગ નહીં કરી શકે. જો બિડેન પ્રશાસનના એક અધિકારીએ અલલજજીરાને આ બાબતની પુષ્ટિ કરી દીધી છે. અલજજીરાના રિપોર્ટ મુજબ અમેરિકી બેંકોમાં અફઘાન સરકારના 9.5 અબજ ડોલરની સંપત્તિ ફ્રીજ કરી દીધી છે. આની સાતે જ અમેરિકાએ અફઘાનિસ્તાનને રોકડમાં શિપમેંટને પણ રોકવાનો ફેસલો કર્યો છે. જો બિડેન પ્રસાસને સ્પષ્ટ કરી દીધું કે અમેરિકામાં અફઘાન સરકારની કોઈપણ કેન્દ્રીય બેંક સંપત્તિ તાલિબાન માટે ઉપલબ્દ નહી હોય અને સરકારની બધી સંપત્તિને ટ્રેજરી વિભાગે ફ્રીજ કરી દીધી છે.

9.5 અબજ ડોલરની સંપત્તિ ફ્રીજ

9.5 અબજ ડોલરની સંપત્તિ ફ્રીજ

અલજજીરાના રિપોર્ટ મુજબ અફઘાનિસ્તાનની કેન્દ્રીય બેંક ધી અફઘાન બેંકના કાર્યવાહક પ્રમુખ અજમલ અહમદીએ સોમવારે સવારે આ બાબતે ટ્વીટ કર્યું હતું અને તેમણે કહ્યું કે અત્યારે માલૂમ પડ્યું છે કે અમેરિકાએ અફઘાનિસ્તાનને ડોલરનું શિપમેન્ટ રોકી દીધું છે. ધી અફઘાન બેંકના એક્ટિંગ ગવર્નર મુજબ બેંકના 9.5 અબજ ડોલરની સંપત્તિ ન્યૂયોર્ક ફેડરલ રિઝર્વ અને અમેરિકાના બીજા નાણાકીય સંસ્થાનોમાં જમા કરી દીધી છે, જેને અમેરિકાએ ફ્રીજ કરી દીધી ચે. અમેરિકી પ્રશાસને કહ્યું કે તાલિબાનની સરકાર આ પૈસાનો ઉપયોગ ના કરી શકે.

અમેરિકા પાસે વધુ સંપત્તિ

અમેરિકા પાસે વધુ સંપત્તિ

તાલિબાન પર અમેરિકી પ્રતિબંધોનો મતલબ છે કે તાલિબાન કોઈપણ ધનનો ઉપયોગ નહીં કરી શકે. મામલાથી પરિચિત બે નિષ્ણાંતો મુજબ ધી બેંક ઓફ અફઘાનિસ્તાનની મોટાભાગની સંપત્તિ અફઘાનિસ્તાનમાં જ નથી. જ્યારે અમેરિકી ટ્રેજરી વિભાગે ટિપ્પમી કરવાનો ઈનકાર કરી દીધો. પરંતુ અમેરિકાનો આ ફેસલો તાલિબાનની સરકાર માટે જબરો ઝાટકો હશે, કેમ કે પૈસા વિના તાલિબાન માટે સરકાર ચલાવવી અશક્ય થી જશે. સવાલ એ પણ છે કે આખરે તાલિબાનની સરકાર દેશના કર્મચારીઓને પગાર ક્યાંથી આપશે, આ ઉપરાંત સરકારના સેંકડો ખર્ચા હોય છે, તે ક્યાંથી આવશે.

આ માટે પાકિસ્તાને માંગી આર્થિક મદદ

આ માટે પાકિસ્તાને માંગી આર્થિક મદદ

પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન અને વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ કાલે આંતરરાષ્ટ્રીય સમુદાયને અફગાનિસ્તાનના લોકોની મદદ કરવાની અપીલ કરી ચે. પહેલાં તો એવું લાગ્યું કે તાલિબાનની મદદ માટે ઈમરાન ખાનનો આ કોઈ નવો પેંતરો છે, પરંતુ હવે માલૂમ પડ્યું કે અમેરિકી પ્રતિબંધોમાં ઈમરાન ખાન તાલિબાનની મદદ કરવા માંગે છે, જેથી તેમણે આંતરરાષ્ટ્રીય સંગઠનોને અફઘાનિસ્તાની લોકોની મદદ માટે અપીલ કરી ચે. જણાવી દઈએ કે પાકિસ્તાનનો ઈરાદો તાલિબાનને એક ઉદારવાદી સંગ8ઠન સાબિત કરતાં માન્યતા અપાવવાનો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ કહ્યું કે, "પાકિસ્તાન અને આખા વિસ્તાર માટે એક શાંતિપૂર્ણ અને સ્થિર અફઘાનિસ્તાન બહુ મહત્વપૂરણ છે અને તેઓ અફઘાનિસ્તાનમાં બનનાર સમાવેશી સરકારનું સમર્થન કરશે." આના માટે પાકિસ્તાન વિવિધ દેશો સાથે વાત કરી રહ્યું છે. ખાસ કરીને પાકિસ્તાનની કોશિશ છે કે પાડોસી દેશ, જેમ કે ઈરાન, ચીન અને તુર્કી જલદીમાં જલદી તાલિબાનને કબૂલ કરી લે, અને પછી બાકી દેશોને મનાવવાની કોશિશ કરવામાં આવશે.

પાકિસ્તાને આર્થિક મદદ કેમ માંગી

પાકિસ્તાને આર્થિક મદદ કેમ માંગી

પાકિસ્તાનની સરકાર કોઈપણ હાલાતમાં તાલિબાનની મદદ કરવા માંગે છે. જેના માટે શાહ મહમૂદ કુરૈશીએ અફગાનિસ્તાન માટે આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ સહાયતા કરવાની માંગ કરતાં આર્થિક સહાયતા આપવાની પણ માંગ કરી છે. વિદેશ મામલાના જાણકારોનું કહેવું છે કે અફઘાનિસ્તાનમાં સરકાર ચલાવવા માટે તાલિબાનને ઘણા રૂપિયાની જરૂરત પડશે અને પાકિસ્તાિન ખુદ કંગાળ થઈ ગયું છે અને ચીને આર્થિક મદદ કરવાની ના પાડી દીધી છે, જેથી પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સમુદાય પાસે હાથ લંબાવ્યા છે, અને અફઘાનિસ્તાન માટે પૈસા માંગવા શરૂ કરી દીધા છે, આ પણ પાકિસ્તાનનો એક ગ્રેટ પ્લાનનો બાગ છે. પાકિસ્તાની અખબાર મુજબ કુરેશી અને ચીની વિદેશ મંત્રી વાંગ યી વચ્ચે ફોન કોલ દ્વારા અફઘાનિસ્તાનની સ્થિતિ પર એક ક્ષેત્રીય સહમતિ બનાવવાની પાકિસ્તાને કોસિશ કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X