For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકાએ આપી ચેતવણી, રશિયા કોઈ પણ સમયે મનઘડંત કારણનો હવાલો આપીને યુક્રેન પર કરી શકે છે હુમલો

રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ ઘટવાનુ નામ નથી લઈ રહ્યો. યુક્રેન પર રશિયાના હુમલાની સંભાવના હજુ પણ યથાવત છે.

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ ઘટવાનુ નામ નથી લઈ રહ્યો. યુક્રેન પર રશિયાના હુમલાની સંભાવના હજુ પણ યથાવત છે. વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી જેન સાકીએ બુધવારે કહ્યુ કે યુક્રેન પર રશિયન હુમલાના દરવાજા હજુ પણ ખુલ્લા છે. સાથે જ તેમણે ચેતવ્યા છે કે કોઈ પણ મનઘડંત કારણનો હવાલો આપીને રશિયા યુક્રેન પર હુમલો કરી શકે છે. પ્રેસ સચિવે કહ્યુ કે આપણે એક એવી સ્થિતિમાં છીએ જ્યાં અમારુ માનવુ છે કે કોઈ પણ સમયે હુમલો થઈ શકે છે. આપણે રશિયન સેના પાછી જવાના દાવા પર સંપૂર્ણપણે વિશ્વાસ કરી શકીએ નહિ. રશિયા જે કહે છે અને જે કરે છે તે જોવાનુ રહેશે. સીમા પર હજુ પણ સેના પડકારરૂપ સ્થિતિમાં છે.

usa

શું યુક્રેનની સીમા પર રશિયાએ સૈન્ય જમાવડો ઘટાડ્યો છે અથવા કેટલી સંખ્યાને ઘટાડવામાં આવે તો તેને યોગ્ય માનવામાં આવે તેના પર પ્રેસ સેક્રેટરીએ કહ્યુ કે અમે જ્યારે જોઈએ ત્યારે આ અંગે કંઈ કહી શકીએ પરંતુ હાલમાં અમે જે સંખ્યાાં સૈનિકોને પાછા લાવવાની માંગ કરી રહ્યા છે તે એટલી નથી. તેમણે એ વાતની પણ ચેતવણી આપી છે કે રશિયા કોઈ પણ મનઘડંત કારણનો હવાલો આપીને યુદ્ધની શરુઆત કરી શકે છે માટે આપણે સહુએ આના પર નજર રાખવી પડશે. આપણે ફેક વીડિયો કે રશિયન મીડિયાના ખોટા રિપોર્ટ પર નજર રાખવાની રહેશે.

યુક્રેનમાં સાઈબર હુમલા પર પ્રેસ સેક્રેટરીએ કહ્યુ કે અમારી પાસે એ વાતની માહિતી નથી કે આના માટે કોણ જવાબદાર છે. આ વિશે જાણવુ એટલા માટે ઘણુ મુશ્કેલ હોય છે કારણકે વિરોધી આને છૂપાવવાની કોશિશ કરે છે. તમને જણાવી દઈએ કે મંગળવારે યુક્રેનની ઘણી સરકારી વેબસાઈટ અને બેંકોની વેબસાઈટ પર સાઈબર હુમલાના સમાચાર સામે આવ્યા હતા. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને રશિયા અને યુક્રેન વિવાદ પર કહ્યુ હતુ કે કૂટનીતિક ઉકેલ માટે ઘણા રસ્તા ખુલ્લા છે. નોંધનીય વાત છે કે રશિયાએ પહેલા કહ્યુ હતુ કે તે પોતાની અમુક સેનાઓને યુક્રેન સીમા પરથી પાછી બોલાવી રહ્યા છે.

યુએસ અને નાટોએ જણાવ્યું છે કે રશિયા હજg પણ યુક્રેનની સરહદ પાસે સેના જમાવી રહ્યુ છે. નોંધનીય છે કે રશિયાના સંભવિત હુમલા વચ્ચે યુક્રેનના લોકોએ બુધવારના રોજ દેશનો ધ્વજ લહેરાવ્યો હતો અને રાષ્ટ્રગીત ગાયુ હતુ. યુક્રેન સરકાર તરફથી કહેવામાં આવ્યુ છે કે સંરક્ષણ મંત્રાલય પર થયેલો સાયબર હુમલો અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો છે.

English summary
US warns that Russia might invade Ukraine anytime on false pretext.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X