Video: ઉંદરની પીઠ પર માણસનો કાન, હવે થશે દુલર્ભ ઇલાજ
જાપાનના વૈજ્ઞાનિકોએ એક ખૂબ જ આશ્ચર્યચક્તિ કરી દેનારું કામ કર્યું છે. પણ સારી વાત એ છે કે તેમના આ અજીબો ગરીબ પ્રયોગથી અનેક લોકોના જીવનમાં ખુશીની ગૂંજ સંભળાઇ શકે છે. જાપાનના વૈજ્ઞાનિકોએ ઉંદરની પીઠ પર મનુષ્યનો કાન ઉગાડ્યો છે. આ કાન આર્ટીફિશ્યલ છે. પણ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આનાથી ગંભીર બિમારીઓનું ઇલાજ સફળતા પૂર્વક થઇ શકશે.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે હજી સુધી કાનના ઇલાજ માટે છાતી પાંસળીના કાર્ટિલેજનો ઉપયોગ કરાતો હતો. જે ખૂબ જ પીડાદાયક રહેતો હતો. પણ આના સફળ પરીક્ષણ બાદ કાનની બિમારીમાં મદદ મળશે. જાપાની વૈજ્ઞાનિકે હાલ તો ઉંદરના શરીર પર આ આર્ટીફિશ્યલ કાન ઉગાડ્યો હોવાનો દાવો કર્યો છે. અને સાથે જ આશા જતાવી છે કે આનાથી જન્મથી જ વિકાર ધરાવતા બાળકોને પણ ખૂબ મદદ મળશે. ત્યારે ઉંદરના શરીર પર મનુષ્યના કાનનો આ વીડિયો જુઓ અહીં...












Click it and Unblock the Notifications
