Video : ભારતીય ક્રુ દ્વારા સંચાલિત જહાજ અમેરિકાના બાલ્ટીમોર બ્રિઝ સાથે ટકરાયુ, જુઓ લાઈવ વીડિયો

અમેરિકામાં બાલ્ટીમોર શહેરમાં બ્રિઝ સાથે કન્ટેનર જહાજ અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો છે. જહાજ સાથે અથડાયા બાદ પુલ સંપૂર્ણપણે તૂટી ગયો છે.

આ અકસ્માતમાં 20 લોકો પાણીમાં વહી ગયા છે. દુર્ઘટના સમયે પુલ પરથી ઘણી કાર પસાર થઈ રહી હતી. તમામ કાર પાણીમાં પડી હોવાના કારણે મોટી સંખ્યામાં મૃત્યુ થવાની આશંકા છે.

Baltimore Bridge Accident

આ જહાજ સંપૂર્ણ રીતે ભારતીયોના ક્રૂ દ્વારા ચલાવવામાં આવી રહ્યું હતું. શિપિંગ કંપની મેર્સ્ક દ્વારા અકસ્માતની પુષ્ટિ કરવામાં આવી છે. જેમણે સિંગાપોર ફ્લેગવાળું કન્ટેનર શિપ ચાર્ટર કર્યું હતું. તેનું નામ ડાલી હતું.

શિપ ઓપરેટિંગ કંપનીના જણાવ્યા અનુસાર, જહાજમાં 22 ક્રૂ મેમ્બર સવાર હતા. બધા ભારતીય છે. કોસ્ટગાર્ડ, ફાયર ડિપાર્ટમેન્ટ સહિતની ઘણી એજન્સીઓનું કહેવું છે કે આ દુર્ઘટનામાં મોટી જાનહાનિ થવાની આશંકા છે. જો કે લોકોની ચોક્કસ સંખ્યા જાણી શકાઈ નથી.

સિનર્જી મરીન ગ્રૂપ નામની કંપનીએ જણાવ્યું કે, સિંગાપોર-ધ્વજવાળું કન્ટેનર જહાજ ગ્રેસ ઓશન Pte લિમિટેડની માલિકીનું છે. આ જહાજ બાલ્ટીમોરથી કોલંબો જઈ રહ્યું હતું. બે પાઈલટ સહિત તમામ ક્રૂ મેમ્બરને શોધી કાઢવામાં આવ્યા છે. કોઈ ક્રુની જાનહાનિના અહેવાલ નથી. નદીમાં કોઈ પ્રદૂષણ થયું નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X