VIDEO: જીતની ખુશીમાં તાજ પહેરતા પહેલા જ બેભાન થઈ મિસ ગ્રાંડ ઈન્ટરનેશનલ

મિસ ગ્રાંડ ઈન્ટરનેશનલ 2018નો ખિતાબ પેરાગુઆની ક્લારા સોસાના શિરે સજ્યો હતો. ખિતાબ જીતવાની વાત સાંભળીને ક્લારા પોતે વિશ્વાસ નહોતી કરી શકી અને બેભાન થઈને સ્ટેજ પર પડી ગઈ હતી.

મ્યાનમારમાં મિસ ગ્રાંડ ઈન્ટરનેશનલ 2018નું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ સ્પર્ધામાં ભારતની મીનાક્ષી ચૌધરી માત્ર એક પગલાથી ચૂકી ગઈ હતી. મિસ ગ્રાંડ ઈન્ટરનેશનલ 2018નો ખિતાબ પેરાગુઆની ક્લારા સોસાના શિરે સજ્યો હતો. ખિતાબ જીતવાની વાત સાંભળીને ક્લારા પોતે વિશ્વાસ નહોતી કરી શકી અને બેભાન થઈને સ્ટેજ પર પડી ગઈ હતી. સ્પર્ધાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે.

Miss Grand International

મ્યાનમારના યંગૂનમાં ગયા મહિને આયોજિત મિસ ગ્રાંડ ઈન્ટરનેશન 2018માં પેરાગુઆની ક્લારા સોસા બાજી મારી ગઈ હતી. ફાઈનલમાં મુકાબલો ક્લારા સોસા અને બારતની માનીક્ષી ચૌધરી વચ્ચે હતો. બંને એકબીજાના હાથ પકડીને રિઝલ્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હોસ્ટે જેવુ વિજેતાનું નામ ઘોષિત કર્યુ તો ક્લારાની ખુશીનો પાર ન રહ્યો. બ્યુટી સ્પર્ધા જીતવાની ખુશીમાં ક્લારા બેભાન થઈ ગઈ. મીનાક્ષી જેવી તેને ગળે લગાવવા માટે આગળ વધી તો ક્લારા બેભાન થઈ જાય છે. ત્યારબાદ સ્ટેજ પર હોબાળો મચી જાય છે. તરત જ ક્લારાને મેડીકલ સુવિધા આપવામાં આવે છે. ત્યારબાદ તેને ભાન આવે છે. ત્યારબાદ ક્લારા રડતા રડતા બધાને ગળે મળે છે.

દુનિયામાં શાંતિ માટે આયોજિત થતા ગ્રાંડ ઈન્ટરનેશનલના છઠ્ઠા સંસ્કરણમાં ભારતની મીનાક્ષી ચૌધરી બસ એક સ્ટેપ ચૂકી ગઈ હતી. ફેમિના મિસ ગ્રાં ઈન્ટરનેશનલ 2018 રહી ચૂકેલી મીનાક્ષી ચૌધરી આ સ્પર્ધામાં પહેલી રનર અપ રહી. વળી, બીજી રનર અપ ઈન્ડોનેશિયાની નાદિયા પુરવોકો, ત્રીજી રનર અપ પુર્તો રિકોની નિકોલ કોલન અને ચોથી રનર અપ જાપાનની હરુકા ઓદા રહી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X