Video : પ્રી-વેડિંગનું રોમાન્ટિક ફોટોશૂટ ચાલતું હતું અને અચાનક...
પ્રિવેડિંગ રોમાન્ટિક ફોટોશૂટ કરાવાની ઇચ્છા રાખતા તમામ કપલ આ વીડિયો ખાસ દેખે. ક્યાંક દરિયા કિનારે રોમાન્સ કરવો તમને આ રીતે ભારે ના પડી જાય.
દરેક લોકો તેમના લગ્નના પળોને ખાસ સાચવી રાખવા માંગે છે. આ માટે કરીને આજ કાલ પ્રી વેડિંગ ફોટોશૂટ પર ભારે ચલણમાં છે. અને આ ફોટોશૂટ એટલી રોમાન્ટિક જગ્યાએ ધણીવાર કરવામાં આવે છે કે જેથી કરીને ફોટોની સુંદરતા વધી જાય. બસ કંઇક આવી જ આશા સાથે એક કપલે તેમના લગ્ન પહેલા પ્રી વેડિંગ ફોટોશૂટ કરવાનું નક્કી કર્યું. અને પ્લાન મુજબ બન્ને જળા સરસ તૈયાર થઇ દરિયા કિનારે ફોટોગ્રાફર્સ સાથે પહોંચી જાય છે. પણ તે પછી બિચારા કપલ સાથે કંઇક તેવું થયું જેની તેમને આશા પણ નહતી રાખી. એટલું જ નહીં આ બાદ તે વીડિયો સોશ્યસ મીડિયા પર હાલ વાયરલ થઇ ગયો છે.

તેમાં થયું એવું કે કપલ વાઇટ કપડામાં સજ્જ થઇને દરિયા કિનારે રોમાન્ટિક પ્રી વેડિંગ ફોટોશૂટ કરાવી રહ્યું હતું. બન્ને એક બીજાને કિસ જ કરવા જઇ રહ્યા હતા અને પાણીનો એક વિશાળ મોજું આવ્યું અને ફોટો, કપડા અને રોમાન્સ બધા પર ઠંડું પાણી ફેરવીને જતું રહ્યું. માનવામાં ના આવે તો જુઓ આ ફની વીડિયો જે હાલ સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે....
How to really sweep her off her feet. pic.twitter.com/odHuKUf4wt
— Shanghaiist.com (@shanghaiist) November 2, 2017












Click it and Unblock the Notifications
