લંડનથી ઝડપાયો વિજય માલ્યા, 1 કલાકમાં મળ્યા જામીન

Written By:
Subscribe to Oneindia News

અલગ-અલગ બેંકોમાંથી લગભગ 9 હજાર કરોડની લોન લઇને નાસી છૂટનાર વિજય માલ્યાની મંગળવારે લંડનમાં ધરપકડ કરવામાં આવી હતી. ઇડી દ્વારા આ ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલાં ઇડી ભાગેડુ વેપારી વિજય માલ્યા વિરુદ્ધ આરોપ-પત્ર જમા કરવા માટે લંડન પહોંચી હતી. આરોપી માલ્યાના પ્રત્યાર્પણ માટે આ પગલું લેવામાં આવ્યું હતું. વિજય માલ્યા વિરુદ્ધ ચાલી રહેલ તપાસનો જ આ એક ભાગ છે.

vijay mallya arrested in uk

તો બીજી પ્રાપ્ત માહિતી અનુસાર, લંડનમાં વિજય માલ્યાની ધરપકડ બાદ એક કલાકની અંદર જ તેને જામીન મળી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ સ્કૉટલેન્ડ પોલીસ દ્વારા વિજય માલ્યાની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ વિજય માલ્યાને લંડનની વિસ્ટમિંસ્ટર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને અહીં પણ થોડી જ વારમાં તેને જામીન મળી ગયા હતા.

શું છે આખો મામલો?

વિજય માલ્યા 2 માર્ચના રોજ બપોરે લગભગ 1.30 વાગે જેટ એરવેઝની દિલ્હી-લંડન ફ્લાઇટ લઇ નાસી છૂટ્યો હતો. ફ્લાઇટ નં.9W122માં તે લંડન રવાના થયો હતો. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની ખબરો અનુસાર, વિજય માલ્યા જ્યારે લંડન રવાના થયો ત્યારે તેની સાથે એક મહિલા પણ હતી. પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે, આ મહિલા કોણ હતી અને માલ્યા સાથે શા માટે હતી. તે સમયે વિજય માલ્યા પાસે કેટલીક મોટી બેગો પણ હતી.

English summary
Vijay Mallya arrested in London in money laundering case.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.