For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય બેંકો બાદ યુકેની કંપનીએ પણ માલ્યા પર કર્યો 175 મિલિયન ડૉલરનો દાવો

યુકેની હાઈકોર્ટમાં જાણીતી કંપની ડિયાગોએ વિજય માલ્યા સામે 175 યુએસ ડૉલરના બાકી લેણાનો દાવો કર્યો છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય બેંકોને કરોડો રૂપિયાનો ચૂનો લગાવનાર ઉદ્યોગપતિ વિજય માલ્યાની મુશ્કેલીઓ ઘટવાનું નામ નથી લઈ રહી. એક તરફ જ્યાં ભારતીય એજન્સીઓ તેમની સામે સતત ગાળિયો કસી રહી છે ત્યાં બીજી તરફ યુકેની હાઈકોર્ટમાં જાણીતી કંપની ડિયાગોએ વિજય માલ્યા સામે 175 યુએસ ડૉલરના બાકી લેણાનો દાવો કર્યો છે. કંપનીનું કહેવુ છે કે માલ્યા પર કંપનીના લેણા બાકી છે જે તેમણે ચૂકવ્યા નથી. શુક્રવારે આ કેસની સુનાવણી જસ્ટીસ રૉબિન નોવેલ્સે કરી. આ દરમિયાન ડિયાગો તરફથી કહેવામાં આવ્યુ છે કે માલ્યા, તેમના પુત્ર સિદ્ધાર્થ અને તેમના પરિવાર સાથે જોડાયેલી બે કંપનીઓ પર આ પૈસા બાકી નીકળે છે. તેમના પર આ બાકી લેણા છેલ્લા ત્રણ વર્ષથી બાકી છે.

vijay mallya

લંડનની લીકર કંપની ડિયાગોનું કહેવુ છે કે એકલા માલ્યા પર સીધી રીતે 40 મિલિયન યુએસ ડૉલર બાકી છે કારણકે તેમણે કંપની સાથેનો કરાર તોડ્યો છે અને પોતાને તેનાથી અલગ કરી દીધા છે જ્યારે બાકીના લેણા તેમના પુત્ર સિદ્ધાર્થ, વૉટ્સન લિમિટેડ પર બાકી છે, આ કંપનીમાં માલ્યા પરિવાર ટ્રસ્ટી છે. ડિયાગોના પ્રવકતા ડોમિનિક રેડફર્ને કહ્યુ કે અમે માલ્યા સામે બાકી લેણા માટે કેસ કર્યો છે. તમને જણાવી દઈએ કે શુક્રવારે સુનાવણી દરમિયાન માલ્યા કોર્ટમાં હાજર નહોતા.

ઉલ્લેખનીય છે કે વિજય માલ્યા સામે ભારતની કોર્ટમાં પણ તમામ બેંકોના દેવા માટે કેસ ચાલી રહ્યો છે. તેમના ઉપર મની લોંન્ડ્રિગનો કેસ છે. ભારતની કોર્ટમાં હાજર નહિ થવાના કારણે માલ્યાને ભાગેડુ જાહેર કરી દેવામાં આવ્યો છે. માલ્યા ઉપર 9000 કરોડ રૂપિયાનું દેવુ છે. માલ્યા 2 જૂલાઈના રોજ ફરીથી એક વાર યુકેની હાઈકોર્ટમાં જજ સામે અપીલ કરશે. તમને જણાવી દઈએ કે યુકેના હોમ સેક્રેટરી સાજિદ જાવેદે ફેબ્રુઆરી મહિનામાં માલ્યાના પ્રત્યાર્પણનો આદેશ આપ્યો હતો.

આ પણ વાંચોઃ PM બનવાના સપના જોનારા વિપક્ષના નેતા બનવાને લાયક પણ ના રહ્યાઃ રામવિલાસ પાસવાનઆ પણ વાંચોઃ PM બનવાના સપના જોનારા વિપક્ષના નેતા બનવાને લાયક પણ ના રહ્યાઃ રામવિલાસ પાસવાન

English summary
Vijay Mallya faces heat in another case of 175 USD million case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X