For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જેરૂસલેમમાં હિંસા, અલ અક્સા મસ્જિદમાં ઘુસી ઇઝરાયલી પોલીસ, 152 ફિલિસ્તાની ઘાયલ

પૂર્વ જેરુસલેમમાં હિંસાને પગલે ઈઝરાયેલની પોલીસ અલ-અક્સા મસ્જિદના કમ્પાઉન્ડમાં પ્રવેશી છે. આ કાર્યવાહીમાં ઓછામાં ઓછા 152 પેલેસ્ટાઈન ઘાયલ થયા છે. મસ્જિદનું સંચાલન કરતી ધાર્મિક સંસ્થાએ જણાવ્યું હતું કે શુક્રવારે સવાર પહેલાં

|
Google Oneindia Gujarati News

પૂર્વ જેરુસલેમમાં હિંસાને પગલે ઈઝરાયેલની પોલીસ અલ-અક્સા મસ્જિદના કમ્પાઉન્ડમાં પ્રવેશી છે. આ કાર્યવાહીમાં ઓછામાં ઓછા 152 પેલેસ્ટાઈન ઘાયલ થયા છે. મસ્જિદનું સંચાલન કરતી ધાર્મિક સંસ્થાએ જણાવ્યું હતું કે શુક્રવારે સવાર પહેલાં ઇઝરાયેલી દળો અલ-અક્સા કમ્પાઉન્ડમાં પ્રવેશ્યા ત્યારે હજારો લોકો નમાજ માટે મસ્જિદમાં એકઠા થયા હતા.

Israel

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવા કેટલાય વીડિયો સામે આવ્યા છે જેમાં પેલેસ્ટિનિયનો પથ્થરમારો કરતા જોવા મળે છે જ્યારે પોલીસ ટીયર ગેસના શેલ છોડી રહી છે.

ઈઝરાયલી દળો પર આરોપ લગાવ્યો

પેલેસ્ટિનિયન રેડ ક્રેસન્ટ ઈમરજન્સી સર્વિસે જણાવ્યું હતું કે તે મોટાભાગના ઘાયલોને હોસ્પિટલમાં લઈ ગયા છે. સ્થળ પર એક ગાર્ડની આંખમાં રબરની બુલેટ લાગી છે. રેડ ક્રેસન્ટે આરોપ લગાવ્યો છે કે ઇઝરાયેલી દળોએ એમ્બ્યુલન્સ અને પેરામેડિક્સને મસ્જિદ સુધી પહોંચતા અટકાવ્યા હતા. પેલેસ્ટિનિયન મીડિયાએ જણાવ્યું હતું કે ડઝનેક ઘાયલ શ્રદ્ધાળુઓ કમ્પાઉન્ડની અંદર ફસાયેલા છે. ઇઝરાયલી દળોએ જણાવ્યું હતું કે તેઓએ ઓપરેશન દરમિયાન ઓછામાં ઓછા 300 પેલેસ્ટિનિયનોની ધરપકડ કરી હતી.

મુસ્લિમો માટે ત્રીજું પવિત્ર સ્થળ

અલ અક્સા મસ્જિદ મુસ્લિમો માટે ત્રીજું સૌથી પવિત્ર સ્થળ છે જ્યારે તે યહૂદીઓ માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. યહૂદીઓ તેને ટેમ્પલ માઉન્ટ કહે છે. ઇઝરાયેલી પોલીસે જણાવ્યું હતું કે સવારની નમાજ પછી ભીડ હિંસક બની હતી, જેના પછી તેમને કાબૂમાં લેવા માટે અંદર જવુ પડ્યું હતું. ઇઝરાયેલ પોલીસનું કહેવું છે કે પેલેસ્ટિનિયનોના એક જૂથે વેસ્ટર્ન વોલ પાસે એક યહૂદી પ્રાર્થના સ્થળ પર પથ્થરમારો કર્યો હતો.

તાજેતરના દિવસોમાં તણાવ વધ્યો

તાજેતરના અઠવાડિયામાં પૂર્વ જેરુસલેમમાં તણાવ વધ્યો છે. ઇઝરાયેલની અંદર પેલેસ્ટિનિયનો દ્વારા ઘાતક હુમલાઓના જવાબમાં ઇઝરાયેલે કબજા હેઠળના પશ્ચિમ કાંઠે ધરપકડો અને દરોડા ઝડપી કર્યા છે. બુધવારથી અત્યાર સુધીની કાર્યવાહીમાં સાત પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. હજારો પેલેસ્ટિનિયનો ફરી એકવાર અલ-અક્સામાં શુક્રવારની બપોરની નમાજ માટે ભેગા થવાની અપેક્ષા છે.

English summary
Violence in Jerusalem, Israeli police break into al-Aqsa mosque
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X