Washington Plane Crash : સેનાના હેલિકોપ્ટર-પ્લેન ક્રેશમાં 67 લોકોના મોત, વિમાન ત્રણ ટુકડામાં મળ્યું
Washington Plane Crash : અમેરિકાના વોશિંગ્ટનમાં ભયાનક હવાઈ દુર્ઘટનામાં મોટી જાનહાની સર્જાઈ છે.
સેનાના હેલિકોપ્ટર અને વિમાન વચ્ચે થયેલા ભયંકર અથડામણમાં તમામ 67 લોકોના મોત થયા છે. દુર્ઘટના એટલી ભયાનક હતી કે વિમાન ત્રણ ટુકડામાં વહેંચાઈ ગયું છે.

અહેવાલો અનુસાર, આ દુર્ઘટના એક વ્યસ્ત હવાઈ માર્ગ પર બની, જ્યાં સેનાનું હેલિકોપ્ટર અને વિમાન એકબીજા સાથે અથડાયા. દુર્ઘટનામાં વિમાન અને હેલિકોપ્ટર તૂટી પડ્યા અને ત્રણ અલગ-અલગ ભાગોમાં ટુકડા થઈ ગયા.
દુર્ઘટના પછી તરત જ બચાવ દળો ઘટનાસ્થળે પહોંચ્યા પરંતુ દુર્ભાગ્યવશ એકપણ મુસાફરને બચાવી શકાયા નથી. વિમાનમાં મુસાફરી કરી રહેલા તમામ લોકોના મોતની પુષ્ટિ થઈ છે.
અમેરિકન સેનાએ આ દુર્ઘટનાની સઘન તપાસ શરૂ કરી છે. હજુ સુધી આ અથડામણનું સાચું કારણ જાણી શકાયું નથી. જો કે નિષ્ણાતોની એક વિશેષ ટીમને ઘટનાની તપાસ માટે મોકલવામાં આવી છે.
જણાવી દઈએ કે, પેસેન્જર પ્લેનમાં 64 લોકો સવાર હતા. ફ્લાઇટ 5342 વિચિટા-કેન્સાસથી આવી રહી હતી અને રનવે 33 નજીક આવી ત્યારે તે સિકોર્સ્કી H-60 હેલિકોપ્ટર સાથે અથડાઈ ગઈ. ટક્કર બાદ વિમાન પોટોમેક નદીમાં પડ્યુ. તાત્કાલિક ઇમરજન્સી ટીમો અને ફાયરબોટને ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી.
વ્હાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે કહ્યું કે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આ ઘટનાની જાણ કરવામાં આવી છે. એવું લાગે છે કે લશ્કરી હેલિકોપ્ટર જેટ એરક્રાફ્ટ સાથે અથડાયું હતું. યુએસ સેનેટર ટેડ ક્રુઝે કહ્યું કે આ દુર્ઘટનામાં ઘણા લોકોના મોત થયા છે, પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે વિમાનમાં કેટલા લોકો સવાર હતા.












Click it and Unblock the Notifications
