For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તાલિબાન પર ભરોસો ન કરી શકીએ, આપણે રાખવી પડશે બાજ નજરઃ USA

અમેરિકાના વિદેશ મંત્રીએ કહ્યુ કે આપણે સૌએ સતર્ક રહેવુ જોઈએ અને કોઈ પણ પ્રકારના જોખમ પર બાજ નજર રાખવી જોઈએ.

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ અમેરિકાના વિદેશ મંત્રી એંટની બ્લિંકને કહ્યુ કે તાલિબાને અફઘાનિસ્તાનમાં સરકારની રચના કરી છે. અમારે તેમને કહેવુ પડશે કે તેમણે જે વચનો આપ્યા હતા તેને તે પૂરા કરે, વિદેશી નાગરિકો, વિઝા હોલ્ડર્સ અને અફઘાનના જે નાગરિક દેશમાં બહાર જવા માંગે છે તેને જવા દેવા જોઈએ. તાલિબાને વારંવાર કહ્યુ છે કે જે પણ અફઘાનની બહાર મુસાફરી કરવા માંગે છે અને તેમની પાસે દસ્તાવેજ છે તેને જવા દેવામાં આવશે. સેંકડો દેશોની અપેક્ષા છે કે અફઘાનિસ્તાન પોતાના વચનનુ સમ્માન કરે.

usa

વિદેશ મંત્રીએ કહ્યુ કહ્યુ કે અમે તાલિબાનને વાતચીતમાં સ્પષ્ટ કહ્યુ હતુ કે તે લોકોના મૌલિક અધિકારોનુ સમ્માન કરે. લોકોને બહાર જવા માટે કાબુલ એરપોર્ટ ફરીથી શરૂ કરે. અમે સરકાર અને યુએનના આભારી છીએ કે તે આ દિશામાં કામ કરી રહ્યા છે. તાલિબાનને વચન આપ્યુ હતુ કે તે આતંકી જૂથોને અફઘાનિસ્તાનની જમીન ઉપયોગમાં નહિ લેવા દે. તાલિબાને આ વચન માત્ર અમને નહિ પરંતુ બીજા દેશોને પણ આપ્યુ હતુ. આપણે તેમને તેમના વચન માટે જવાબદાર ગણવા જોઈએ.

અમેરિકાના વિદેશ મંત્રીએ કહ્યુ કે આપણે તાલિબાન પર સંપૂર્ણપણે નિર્ભર ન રહી શકીએ કે તે પોતાના વચનોને પૂરા કરશે. જે રીતે 26 ઓગસ્ટે આઈએસઆઈએસ-કેએ કાબુલમાં ખતરનાક હુમલો કર્યો હતો જેમાં 13 અમેરિકી સૈનિકો માર્યા ગયા હતા, ઘણા અફઘાની નાગરિકો માર્યા ગયા હતા. જે એ વાત તરફ સંકેત આપે છે કે આ ગ્રુપ અફઘાનિસ્તાનની અંદર કામ કરે છે. આપણે સૌએ સતર્ક રહેવુ જોઈએ અને કોઈ પણ પ્રકારના જોખમ પર બાજ નજર રાખવી જોઈએ. અમેરિકા કોઈ પણ પ્રકારના જોખમને પહોંચી વળવા માટે કાઉન્ટર ટેરરિઝમ ક્ષમતાને વિકસિત કરશે. જો તેનો ઉપયોગ કરવાની જરૂર પડી તો અમે તેનો ઉપયોગ કરવામાં સહેજ પણ સંકોચ નહી કરીએ.

બીજી તરફ કાબુલ પર કબ્જાના 22 દિવસ બાદ મંગળવારે તાલિબાને પોતાની સરકારનુ એલાન કરી દીધુ છે. તાલિબાની સરકારના પ્રમુખ મુલ્લા મોહમ્મદ હસન અખુંદેને બનાવવામાં આવ્યા છે. અફઘાનિસ્તાનની નવી સરકારને ચીન અને રશિયાએ માન્યતા આપી દીધી છે. ચીન સતત તાલિબાન સરકારના પક્ષમાં નિવેદન જાહેર કરી રહ્યુ છે. આ દરમિયાન ચીને અફઘાનિસ્તાન માટે મોટી મદદ આપવાનુ એલાન કર્યુ છે.

English summary
We cant rely on Taliban to fulfill their commitment says US
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X