શું છે All Eyes on Rafah? જાણો કેમ દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે?
સોશિયલ મીડિયામાં આ દિવસોમાં એક કિવર્ડ ખુબ ટ્રેન્ડ થઈ રહ્યો છે. All Eyes on Rafahની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે.
સોશિયલ મીડિયા પર કરોડો લોકો તેને શેર કરી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામથી લઈને ફેસબુક, એક્સ સુધી લોકો All Eyes on Rafah પોસ્ટ શેર કરી રહ્યા છે.

આ અભિયાનમાં અનેક સેલિબ્રિટીઓ પણ જોડાયા છે. જેમાં વરુણ ધવન, આલિયા ભટ્ટ જેવા સ્ટાર્સ પણ સામેલ છે. All Eyes on Rafah એટલે દરેકની નજર રફાહ પર છે.
આ એક પ્રકારનું અભિયાન છે. ઈઝરાયેલની સેના ગાઝા શહેર પર હુમલો કરી રહી છે, આ હુમલા તરફ લોકોનું ધ્યાન દોરવા માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
સોશિયલ મીડિયા પર આ અભિયાન સાથે જે તસવીર શેર કરવામાં આવી રહી છે તે AI જનરેટેડ છે. અત્યાર સુધીમાં અંદાજે 4.5 કરોડ લોકો તેને સોશિયલ મીડિયા પર શેર કરી ચૂક્યા છે. જેમાં ફિલ્મી હસ્તીઓ, રમતગમત સાથે જોડાયેલા લોકો, રાજકારણ સાથે જોડાયેલા લોકો, કાર્યકર્તાઓ સામેલ છે.
ઈઝરાયેલના સૈનિકો ગાઝામાં જમીન પર હુમલો કરી રહ્યા છે, જેમાં મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા છે. ગાઝામાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ પર દુનિયાભરના લોકો નજર રાખી રહ્યા છે. આ સ્થિતિમાં સોશિયલ મીડિયા પર ચાલી રહેલા આ અભિયાનને કારણે, આ મુદ્દો સમગ્ર વિશ્વમાં ગરમાયો છે.
All Eyes on Rafah શબ્દનો સૌપ્રથમ ઉપયોગ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન પેલેસ્ટાઈન ઓફિસના ડિરેક્ટર ડૉ. રિચાર્ડ પેપરકોર્ન દ્વારા કરવામાં આવ્યો હતો. તેમણે ફેબ્રુઆરીમાં કહ્યું હતું કે બધાની નજર રાફા પર છે.
આ વાક્યનો હેતુ વિશ્વભરના લોકોનું ધ્યાન રાફા તરફ દોરવાનો હતો. રાફામાં લગભગ 1.4 મિલિયન લોકો શરણાર્થી છે. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ શહેર ખાલી કરવાનો આદેશ આપ્યો છે.
જે બાદ રિચર્ડે All Eyes on Rafah કહીને દુનિયાનું ધ્યાન તેના તરફ ખેંચ્યું હતું. તેમણે કહ્યું હતું કે જો અહીં હુમલો થશે તો લાખો લોકોના જીવ જોખમમાં આવી જશે.
રવિવારે ઇઝરાયલે ગાઝાના દક્ષિણી શહેર રાફા પર હુમલો કર્યો હતો, જેમાં 40 પેલેસ્ટિનિયન નાગરિકો માર્યા ગયા હતા. જેમાં બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ થાય છે.
દુનિયાભરમાં ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટ પર ઈઝરાયેલે જવાબ આપ્યો છે. ઈઝરાયેલે આનો જવાબ હેશટેગ Whats' Your Eyes Fail To See સાથે આપ્યો હતો.
ઈઝરાયેલે કહ્યું કે હમાસના લોકો અમારા દેશને નિશાન બનાવી રહ્યા છે. હમાસના લોકોએ ઈઝરાયેલના પુરુષો, બાળકો અને મહિલાઓને બંધક બનાવી લીધા છે. આખરે દુનિયા આ તરફ ધ્યાન કેમ નથી આપી રહી?
ઈઝરાયેલે તસવીરો શેર કરી છે અને કહ્યું છે કે જ્યારે હમાસે ગયા વર્ષે 7 ઓક્ટોબરે હુમલો કર્યો હતો અને 1160 લોકો માર્યા ગયા હતા, જેમાં મોટા ભાગના નાગરિક હતા ત્યારે લોકોએ તે સમયે સોશિયલ મીડિયા પર પોસ્ટ કેમ ન કર્યું?
ઈઝરાયેલનું કહેવું છે કે આતંકવાદી હુમલામાં 250 લોકોને બંધક બનાવવામાં આવ્યા છે, શાંતિ સમજૂતી હેઠળ ડઝનેક લોકોને મુક્ત કરવામાં આવ્યા પરંતુ 99 લોકો હજુ પણ આતંકવાદીઓના બંધક છે. જ્યારે 31ના મોત થયા છે.












Click it and Unblock the Notifications
