For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે જેની ચર્ચા છે તે ડર્ટી બોમ્બ શું છે? જાણો તેને લગતી તમામ વાતો!

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધને એક વર્ષથી વધુનો સમય વીતી ગયો છે. યુદ્ધમાં લાખો લોકો પ્રભાવિત થયા છે અને હજારો લોકોના મોત થયા છે. આટલા મોત બાદ પણ હજુ પરમાણુ બોમ્બ સહિતના ખતરનાક હથિયાર ઉપયોગની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધને એક વર્ષથી વધુનો સમય વીતી ગયો છે. યુદ્ધમાં લાખો લોકો પ્રભાવિત થયા છે અને હજારો લોકોના મોત થયા છે. આટલા મોત બાદ પણ હજુ પરમાણુ બોમ્બ સહિતના ખતરનાક હથિયાર ઉપયોગની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. આ બધી વાતો વચ્ચે સંભાવના વ્યક્ત કરાઈ છે કે યુદ્ધમાં યુક્રેન ડર્ટી બોમ્બનો ઉપયોગ કરી શકે છે. હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે આ ડર્ટી બોમ્બ શું છે?

રશિયાનો યુક્રેન પર આરોપ

રશિયાનો યુક્રેન પર આરોપ

યુદ્ધ વચ્ચે રશિયાએ દાવો કર્યો છે કે, યુક્રેન ડર્ટી બોમ્બનો ઉપયોગ કરવાની યોજના બનાવી રહ્યું છે, જો કે બીજી તરફ યુક્રેન અને તેના સમર્થિત દેશોએ આ દાવાને રશિયાની ખોટી અને શત્રુતાપુર્ણ કાર્યવાહી ગણાવી છે.

રશિયાનો દાવો

રશિયાનો દાવો

રશિયાએ આરોપ લગાવ્યો છે કે, યુક્રેન પાસે ડર્ટી બોમ્બ બનાવવાની તકનીક છે. રશિયા આરોપ લગાવી રહ્યું છે કે, યુક્રેન આ ડર્ટી બોમ્બનો ઉપયોગ કરવાની યોજના બનાવી રહ્યું છે. રશિયન રક્ષા મંત્રાલયે 24 ઓક્ટોબરે એક બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, તેમની પાસે માહિતી છે જે દર્શાવે છે કે કિવ ડર્ટી બોમ્બના વિસ્ફોટ દ્વારા ઉશ્કેરણીનું આયોજન કરી રહ્યું છે.

રશિયાના દાવા પર દુનિયાનું રિએક્શન

રશિયાના દાવા પર દુનિયાનું રિએક્શન

યુક્રેન, યુનાઇટેડ સ્ટેટ્સ, યુનાઇટેડ કિંગડમ, યુરોપિયન યુનિયન અને નાટોએ રશિયાના આરોપોને નકારી કાઢ્યા છે. આ દેશોએ મોસ્કો પર ખોટુ અભિયાન ચલાવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ 23 ઓક્ટોબરના રોજ સંબોધનમાં કહ્યું હતું કે, દરેક વ્યક્તિ બધું સારી રીતે સમજે છે, સમજે છે કે આ યુદ્ધમાં કલ્પના કરી શકાય તેવી દરેક ગંદકીનું સ્ત્રોત કોણ છે.

અમેરિકાએ શું કહ્યું?

અમેરિકાએ શું કહ્યું?

અમેરિકાએ કહ્યું કે, તે યુક્રેનમાં બોમ્બના ઉપયોગ માટેની કોઈપણ સંભવિત તૈયારીઓ પર અત્યંત નજીકથી દેખરેખ રાખી રહ્યું છે. પરંતુ ટૂંક સમયમાં આવા હથિયારનો ઉપયોગ થાય તેવા કોઈ સંકેતો નથી.

સંયુક્ત રાષ્ટ્રએ શું કહ્યું?

સંયુક્ત રાષ્ટ્રએ શું કહ્યું?

યુનાઈટેડ નેશન્સ પરમાણુ નિરીક્ષકે કહ્યું કે, તે ટૂંક સમયમાં તેના નિરીક્ષકોને યુક્રેનમાં બે પરમાણુ સ્થળોની મુલાકાત લેવા કિવ મોકલશે. વેબસાઈટ અનુસાર, ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીએ જણાવ્યું કે તે યુક્રેનમાં બે પરમાણુ સ્થળો પર કથિત ગતિવિધિઓ અંગે રવિવારે રશિયન ફેડરેશન દ્વારા આપવામાં આવેલા નિવેદનોથી સંપૂર્ણપણે વાકેફ છે. જો કે, IAEA એ બંને સાઇટના સ્થાનનો ખુલાસો કર્યો નથી. યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાએ કહ્યું હતું કે, યુક્રેન હંમેશા રશિયાની સરખામણીમાં પારદર્શક રહ્યું છે. અમારી પાસે છુપાવવા માટે કંઈ નથી.

ડર્ટી બોમ્બ શું છે?

ડર્ટી બોમ્બ શું છે?

ડર્ટી બોમ્બ એક શોર્ટહેન્ડ છે. પરમાણુ-સુરક્ષા અધિકારીઓ આને રેડિયોલોજીકલ ડિસ્પર્સલ ડિવાઇસ કહે છે. એટલે આ ઉપકરણનો ઉપયોગ કિરણોત્સર્ગી સામગ્રી ફેલાવવા માટે થાય છે. તે સામાન્ય રીતે ડાયનામાઈટ જેવા વારંવાર વપરાતા વિસ્ફોટકો સાથે કોઈપણ પ્રકારના કિરણોત્સર્ગી કચરાનો ઉપયોગ કરે છે. જ્યારે તે વિસ્ફોટ કરે છે ત્યારે ગંદકી ફેલાવે છે. તેને આતંક ફેલાવવાના હથિયાર તરીકે જોવામાં આવે છે. આ રીતે આ બોમ્બ આતંક ફેલાવવા તેમજ આર્થિક નુકસાન કરવા માટે જાણીતા છે. તેની પાસે પરમાણુ શસ્ત્રો જેવી દૂર દૂર સુધીની વિનાશક ક્ષમતા નથી. પરમાણુ શસ્ત્રો યુરેનિયમ અને પ્લુટોનિયમથી ભરેલા હોય છે. આ એક પરમાણુ સાયકલ બનાવે છે, જે શહેરોમાં શહેરોનો નાશ કરે છે.

ડર્ટી બોમ્બ પરમાણુ હથિયાર છે?

ડર્ટી બોમ્બ પરમાણુ હથિયાર છે?

ડર્ટી બોમ્બ પરમાણુ હથિયારોની શ્રેણીમાં આવતા નથી. આ બોમ્બમાંથી વિસ્ફોટ પરંપરાગત વિસ્ફોટકો દ્વારા થાય છે, જ્યારે પરમાણુ શસ્ત્રોમાંથી વિસ્ફોટ પરમાણુ પ્રતિક્રિયાને કારણે થાય છે. બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકાએ જાપાન પર અણુ બોમ્બ ફેંક્યો હતો. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીના ફેક્ટ શીટ મુજબ, એક પરમાણુ બોમ્બ એક વિસ્ફોટ ઉત્પન્ન કરે છે જે કોઈપણ પરંપરાગત વિસ્ફોટક કરતા હજારોથી લાખો ગણો વધુ શક્તિશાળી હોય છે. પરમાણુ શસ્ત્રો નાબૂદ કરવા માટેના આંતરરાષ્ટ્રીય અભિયાન ICAN મુજબ, ડર્ટી બોમ્બના પરંપરાગત વિસ્ફોટકો માત્ર થોડી ઇમારતોને નુકસાન પહોંચાડી શકે છે. જ્યારે બીજી તરફ યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી મુજબ, પરમાણુ વિસ્ફોટથી મશરૂમ વાદળ દસથી સેંકડો ચોરસ માઇલ સુધી જઈ શકે છે. ડર્ટી બોમ્બ પરમાણુ બોમ્બની સરખામણીમાં માત્ર થોડા વિસ્તારોને અસર કરી શકે છે.

ક્યારેય ડર્ટી બોમ્બનો ઉપયોગ થયો છે?

ક્યારેય ડર્ટી બોમ્બનો ઉપયોગ થયો છે?

દુુનિયામાં હજુ સુધી ડર્ટી બોમ્બનો સફળ હુમલો થયો નથી. કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સ અનુસાર, 1995 માં ચેચન્યાના બળવાખોરોએ મોસ્કોમાં ડર્ટી બોમ્બ પ્લાન્ટ કર્યો હતો, પરંતુ વિસ્ફોટ કરી શક્યા ન હતા. ઇઝમેલોવો પાર્કમાં ડાયનામાઇટ અને સીઝિયમ-137 ધરાવતો આ બોમ્બ ફાટ્યો ન હતો. ત્યાંના સુરક્ષા દળોને પાર્કમાં બોમ્બ મૂકવાના સમાચાર પહેલાથી જ મળી ગયા હતા. એવા પણ અહેવાલો છે કે અલ કાયદા અથવા ISIS જેવા આતંકવાદી સંગઠનોએ ડર્ટી બોમ્બ બનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ આતંકવાદી સંગઠનો હજુ સુધી કોઈ વિસ્ફોટ કરી શક્યા નથી.

English summary
What is the dirty bomb that is being discussed in the middle of the Russia-Ukraine war?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X