શું છે થ્રપલ રિલેશનશિપ? જાણો કેમ વધી રહ્યો છે ટ્રેન્ડ?

દુનિયામાં લોકો રિલેશનશિપને લઈને વિવિધ માન્યતાઓ ધરાવે છે. ગે કપલથી લઈને લેસ્બિયન સુધી તમામ પ્રકારની રિલેશનશિપમાં લોકો જોવા મળે છે. જો કે હવે તેનાથી આગળ વધીને થ્રુપલ રિલેશનશિપનો નવો ટ્રેન્ડ ચાલુ થયો છે.

છેલ્લા કેટલાક સમયથી દુનિયામાં થ્રુપલ રિલેશનશિપની ખુબ ચર્ચાઓ છે. લોકો આના વિશે ચર્ચા કરી રહ્યા છે ત્યારે એ જાણવુ જરૂરી છે તે આ ટ્રેન્ડ છે શું?

Throuple Relationship

અહેવાલો અનુસાર, અમેરિકાના કોલોરાડોમાં રહેતા અલાના, કેવિન અને મેગને આના વિશે ખુલ્લીને વાત કરી છે. તે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ઘણી બધી તસવીરો શેર કરતા રહે છે. તે ત્રણ એક રિલેશનશિપમાં છે અને તેની આ રિલેશનશિપથી વરિવારને કોઈ વાંધો નથી.

આ રિલેશનશિપ પહેલા અલાના કેવિનની ગર્લફ્રેન્ડ હતી. પણ તે ઈચ્છતી હતી કે તેની સાથે કોઈ બીજું હોય. જે બાદ તેમની સાથે મેગન જોડાઈ. હવે ત્રણેય એક સાથે રિલેશનશિપમાં રહે છે.

આ મુદ્દે વાત કરતા અલાનાએ જણાવ્યુ કે, પહેલા અમે ફક્ત એક મહિના સુધી વાત કરી. ત્યારબાદ કાફેમાં એકબીજા સાથે મુલાકાતો શરૂ થઈ. આ પછી અમને જ્યારે ખાતરી થઈ કે અમે ત્રણેય રહી શકીશુ તો અમે રિલેશનશિપમાં આવ્યા. અમે ત્રણેય ક્યારેય એકબીજાની ઈર્ષ્યા કરતા નથી અને ત્રણેય એકબીજા પર સમાન ધ્યાન આપીએ છીએ.

તેને જણાવ્યુ કે, અમે સાથે મૂવી જોઈએ છીએ, ફરવા જઈએ છીએ અને ડિનર કરીએ છીએ. ત્રણેયનું સાથે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ છે, જ્યાં આ લોકો તેમની તસવીરો અને વીડિયો પોસ્ટ કરતા રહે છે.

અન્ય એક મીડિયા રિપોર્ટ અનુસાર, અલાના બાયસેક્સ્યુઅલ છે. તેથી તેને કેવિન સાથે મેગનનો પરિચય કરાવ્યો. તેને લાગ્યું કે કેવિન સંમત નહીં થાય પરંતુ બાદમાં તે ટ્રિપલ રિલેશનશિપમાં પ્રવેશવા માટે સંમત થયો.

અલાનાએ જણાવ્યું કે મેગન સાથે તેના પણ ઈન્ટિમેટ રિલેશન છે પરંતુ તેનાથી કેવિનને વાંધો નથી. હવે કેવિન પણ મેગન સાથે રોમેન્ટિક રિલેશનશિપમાં છે.

હાલ ત્રણેય સાથે રહે છે. આ પ્રકારના રિલેશનનો આ એક જ કિસ્સો નથી. હવે દુનિયામાં આ ટ્રેન્ડ વધી રહ્યો છે. એક રિલેશનશિપ એક્સપર્ટ અનુસાર, આ રસપ્રદ છે અને શક્ય છે, લોકો ગમે તે રીતે ખુશ રહે. તેમણે કહ્યું કે પહેલા આ વસ્તુઓ છૂપી રીતે કરવામાં આવતી હતી અને હવે લોકો ખુલ્લેઆમ કરી રહ્યા છે. આ વસ્તુઓ યુરોપના તમામ દેશોમાં થઈ રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X