For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટ્રમ્પ હાર માને કે ના માને, ટ્વિટર- ફેસબુક 20 જાન્યુઆરીએ પ્રેસિડેન્શિયલ અકાઉન્ટ બિડેનને સોંપી દેશે

ટ્રમ્પ હાર માને કે ના માને, ટ્વિટર- ફેસબુક 20 જાન્યુઆરીએ પ્રેસિડેન્શિયલ અકાઉન્ટ બિડેનને સોંપી દેશે

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણીમાં હાર માને કે ના માને, જે દિવસે નવા ચૂંટાયેલા પ્રેસિડેન્ટ જો બિડેનનું શપથ ગ્રહણ (20 જાન્યુઆરી) થશે, તે દિવસે જ ફેસબુક અને ટ્વિટર @POTUS (પ્રેસિડેન્ટ ઑફ ધી યૂનાઈટેડ સ્ટેટ) અકાઉન્ટ જો બિડેનના નામે ટ્રાન્સફર કરી દેશે. જેના માટે ફેસબુક અને ટ્વિટરે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. માનવામાં આવી રહ્યું છે કે ટ્વિટર @WhiteHouse, @VP, @Floats અને અમેરિકી પ્રેસિડેન્ટ સાથે જોડાયેલા અન્ય તમામ સત્તાવાર અકાઉન્ટને લઈ આ પગલું ઉઠાવશે.

joe biden

ટ્વિટર તરફથી કહેવામાં આવ્યું કે 20 જાન્યુઆરી 2021ના રોજ વ્હાઈટ હાઉસના સંસ્થાગત ટ્વિટર અકાઉન્ટ્સના ટ્રાંજિશનનું સમર્થન કરવા માટે માઈક્રો બ્લૉગિંગ સાઈટ સક્રિય રૂપે તૈયારી કરી રહ્યું છે. નેશનલ અર્કાઈવ્સ એન્ડ રિકોર્ડ્સ એડમિનિસ્ટ્રેશન સાથે પરામર્શ બાદ આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીના તમામ ટ્વીટ સંગ્રહિત કર્યા બાદ આ તમામ ટ્વિટર અકાઉન્ટને ઝીરો પર રીસેટ કરી જો બિડેનને હસ્તાંતરિત કરી દેવામાં આવશે.

જો બિડેનને આ અકાઉન્ટ્સ હસ્તાંતરણ બાદ ડોનાલ્ડ ટ્રમ્પ માત્ર પોતાના અંગત અકાઉન્ટનો જ ઉપયોગ કરી શકશે.

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના ઈતિહાસના સૌથી બિનજવાબદાર પ્રેસિડેન્ટ તરીકે ઓળખાશેઃ બિડેનડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના ઈતિહાસના સૌથી બિનજવાબદાર પ્રેસિડેન્ટ તરીકે ઓળખાશેઃ બિડેન

બીજી તરફ ફેસબુકે પણ પુષ્ટિ કરી છે કે તે 10 જાન્યુઆરીએ સત્તાવારપીઓટીયૂએસ અકાઉન્ટને નવા ચૂંટાયેલા પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્મ્પને ટ્રાન્સફર કરી દેશે. કંપની તરફથી કહેવામાં આવ્યું કે 2017માં અમે ઓબામા પ્રશાસન અને ટ્રમ્પ પ્રશાસન બંને સાથે કામ કર્યું અને 20 જાન્યુઆરીએ તેમના ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટને ટ્રાન્સફર કરી દેવામાં આવે તે સુનિશ્ચિત કર્યું છે. આ વખતે પણ અમે આવું જ કરવા જઈ રહ્યા છીએ.

English summary
whether trump accepts defeat or not, facebook and twitter handover presidential account to joe biden
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X