તાલિબાન શાસન હેઠળ અફઘાનની સત્તા મેળવનાર અલી અહમદ જલાલી કોણ છે?
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર તાલિબાનનો કબ્જો અને રાષ્ટ્રપતિપદેથી રાજીનામું આપ્યા બાદ અશરફ ગનીએ દેશ છોડવાની વચ્ચે મોટી માહિતી સામે આવી હતી. સત્તાનું હસ્તાંતરણ શાંતિપૂર્ણ રહેશે અને ભૂતપૂર્વ ગૃહમંત્રી અલી અહેમદ જલાલી વચગાળાની અફઘાન સરકારની જવાબદારી સંભાળી શકે છે. હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે, તાલિબાન આતંકવાદીઓ દ્વારા અફઘાનિસ્તાન પર વિજય મેળવ્યો હોવા છતાં શા માટે સરકારની ચાવી અલી અહમદ જલાલીના હાથમાં છે?
વહીવટી શાસનમાં બહોળું જ્ઞાન
અલી અહમદ જલાલી અફઘાનિસ્તાનની દ્રષ્ટિએ માત્ર એક મોટા નેતા નથી, પણ રાજદ્વારી દ્રષ્ટિએ ખૂબ જ સક્ષમ અને અસરકારક રાજકારણી છે. તેમણે અનેક પ્રસંગોએ પોતાના દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેમને શાસન અને વહીવટનું ઉંડું જ્ઞાન છે. તેમણે આર્મી કર્નલ, યુનિવર્સિટી પ્રોફેસર, કુશળ રાજદ્વારી અને અફઘાનિસ્તાન આંતરિક મંત્રાલય તરીકે સેવા આપી છે. આ જ કારણ છે કે, તે અફઘાનિસ્તાનની રાજનીતિને પણ સમજે છે અને તાલિબાન પર પણ સારી પકડ ધરાવે છે.
અલી અહમદ જલાલી જ કેમ?
આ પ્રશ્ન જાણવા માટે અલી અહમદ જલાલીની પૃષ્ઠભૂમિ જાણવી જરૂરી છે. તેમનો જન્મ અફઘાનિસ્તાનમાં નહીં, પણ અમેરિકામાં થયો હતો. તેમને 1987થી US નાગરિક હતા અને મેરીલેન્ડમાં રહેતા હતા. જે બાદ વર્ષ 2003માં તેમને એવા સમયે અફઘાનિસ્તાન પરત ફર્યા હતા, જ્યારે તાલિબાનનો કહેર ઘટી રહ્યો હતો.

દેશને મજબૂત સરકારની જરૂર હતી. જલાલીને 18 વર્ષના મુશ્કેલ સમયમાં દેશના ગૃહમંત્રી બનાવવામાં આવ્યા હતા. તેમને સપ્ટેમ્બર 2005 સુધી આ પદ પર રહ્યા હતા. આ સિવાય અલી અહમદ જલાલીએ 80ના દાયકામાં અફઘાનિસ્તાનમાં સોવિયત યુનિયન સાથે લાંબી લડાઈમાં પણ સક્રિય ભૂમિકા ભજવી હતી. તે સમયે તેમને અફઘાન આર્મીમાં કર્નલના હોદ્દા પર હતા. તેમને અફઘાન રેસિસ્ટન્સ હેડક્વાર્ટરના ટોચના સલાહકાર તરીકે પણ સેવા આપી રહ્યા હતા. એટલે કે જલાલીએ દરેક મુશ્કેલ સમયમાં અફઘાનિસ્તાન માટે નિર્ણાયક કાર્ય કર્યું છે.
લોકોને જલાલીમાં વિશ્વાસ છે
જલાલીએ 2004ની રાષ્ટ્રપતિની ચૂંટણી અને 2005ની સંસદીય ચૂંટણીઓમાં પહેલેથી જ મુખ્ય ભૂમિકા ભજવી છે. અફઘાનિસ્તાનના લોકો પણ સત્તાના દરેક પાસામાં ખેલાડી હોવાથી અલી અહમદ જલાલીમાં વિશ્વાસ ધરાવે છે. દેશના ગૃહમંત્રી તરીકે તેમણે અફઘાન નેશનલ પોલીસની આખી સેના ઉભી કરી હતી. લગભગ 50 હજાર સૈનિકોને તે સેનામાં તાલીમ આપવામાં આવી હતી. આ સિવાય બોર્ડર પોલીસના 12 હજાર વધારાના સૈનિકો પણ તૈયાર હતા. જલાલીની નીતિ આતંકવાદથી ઘુસણખોરી સુધીના પાસાઓ પર સ્પષ્ટ અને કડક હતી.
સૌથી શ્રેષ્ઠ વિકલ્પ
જલાલી કરતાં અફઘાનિસ્તાન માટે બીજો સારો વિકલ્પ નથી, પરંતુ એ પણ નિશ્ચિત છે કે, વચગાળાની સરકારમાં તાલિબાન તરફથી વધુ પડતી દખલગીરી થઈ શકે છે. હવે તેમને અફઘાનિસ્તાનને હાલના આતંક અને સંઘર્ષમાંથી કેવી રીતે અને કેટલી જલ્દી મુક્ત કરી શકે છે, તે જોવાનું રહ્યું.