jeff bezos girlfriend : કોણ છે જેફ બેઝોસની 55 વર્ષની ગર્લફ્રેન્ડ લોરેન સાંચેઝ? 5 હજાર કરોડના ખર્ચે કરશે લગ્ન
jeff bezos girlfriend : દુનિયાના સૌથી અમીર લોકોમાં સામેલ અને એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ જલ્દી તેની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા જઈ રહ્યાં છે.
અહેવાલો અનુસાર, 2018 થી ચાલી રહેલી આ લવ સ્ટોરી હવે લગ્નના માંડવે પહોંચી છે. જેફ બેઝોસ અને લોરેનના લગ્નમાં 5 હજાર કરોડથી વધુનો ખર્ચ થશે.

જેફ બેઝોસ 55 વર્ષની તેમની ગર્લફ્રેન્ડ લોરેન સાંચેઝ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. આ લગ્ન 28 ડિસેમ્બરે કોલોરાડોના એસ્પેનમાં યોજાશે. આ લગ્નમાં લગભગ 600 મિલિયન ડોલરનો ખર્ચ થશે.
કોણ છે લોરેન સાંચેઝ?
55 વર્ષની લોરેન સાંચેઝ 9 ડિસેમ્બર 1969ના રોજ ન્યૂ મેક્સિકોના અલ્બુકર્કમાં જન્મી છે. લોરેન સાંચેઝ એક સફળ પત્રકાર, લાઇસન્સ પ્રાપ્ત પાઇલટ અને સમાજસેવી છે. તેણી મીડિયા, એવિએશન અને સ્પેસ એક્સપ્લોરેશનના ક્ષેત્રોમાં પણ કામ કરી રહી છે.
લોરેને લોસ એન્જલસમાં ડેસ્ક આસિસ્ટન્ટ તરીકે પત્રકારત્વમાં તેના કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેણે ફોક્સ સ્પોર્ટ્સમાં એન્કર તરીકે કામ કર્યું. આ સમય દરમિયાન તેને એમી માટે નોમિનેશન પણ મળ્યું હતું. 2005 માં ફોક્સના હિટ શો સો યુ થિંક યુ કેન ડાન્સની મૂળ હોસ્ટ તરીકે કાસ્ટ થઈ હતી
2016 માં લોરેને બ્લેક ઓપ્સ એવિએશનની સ્થાપના કરી. આ પ્રથમ મહિલા માલિકીની હવાઇયન ફિલ્મ અને પ્રોડક્શન કંપની હતી. બેઝોસ સાથે રિલેશન પહેલા લોરેને 2005માં હોલીવુડ એજન્ટ પેટ્રિક વ્હાઇટસેલ સાથે લગ્ન કર્યા હતા. તેણે પેટ્રિક સાથે 13 વર્ષ પછી 2019 માં ડિવોર્સ આપી દીધા. આ લગ્નથી બે બાળકો પણ છે.
જેફ અને લોરેન 2018માં રિલેશનશિપમાં આવ્યા. જેફ બેઝોસે પણ વર્ષ 2019 માં તેની પત્ની મેકેન્ઝી સ્કોટ સાથે ડિવોર્સ લીધા છે. બંનેએ વર્ષ 1994માં લગ્ન કર્યા હતા.
બેઝોસને ત્રણ પુત્રો અને એક દત્તક પુત્રી છે. મેકેન્ઝી સ્કોટની ગણતરી વિશ્વની સૌથી અમીર મહિલાઓમાં થાય છે. જેફ સાથે ડિવોર્સ બાદ મેકેન્ઝી સ્કોટે ડેન જેવેટ સાથે ફરીથી લગ્ન કર્યા છે.
સમાચારો અનુસાર, જેફ બેસોઝે લગ્ન માટે કેવિન કોસ્ટનરનું 160 એકરની જગ્યાને પસંદ કરી છે. લગ્ન પહેલા એક મોંઘી સુશી રેસ્ટોરન્ટ માત્સુહિસા બુક કરાવી છે. તેને 26 અને 27 ડિસેમ્બર માટે બુક કરાઈ છે. અહીં પ્રિ-વેડિંગ સેલિબ્રેશન યોજાશે.
આ લગ્નમાં દુનિયાની ઘણી જાણીતી હસ્તીઓ હાજરી આપવા જઈ રહી છે. આ લગ્નમાં પ્રખ્યાત અબજોપતિ બિલ ગેટ્સ, હોલિવૂડ એક્ટર લિયોનાર્ડો ડી કેપ્રિયો, જોર્ડનની રાણી રાનિયા અને ક્રિસ જેનર સહિત અનેક હસ્તીઓ હાજરી આપશે.












Click it and Unblock the Notifications
