• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અફઘાનિસ્તાનમાં શાંતિની વાતો કરતા બેવડું મોઢું વાળા ચીનનો અસલી ચેહરો સામે આવ્યો

|
Google Oneindia Gujarati News

અફઘાનિસ્તાનમાંથી અમેરિકાએ પોતાની સેના પાછી બોલાવી લીધા બાદથી દેશમાં ફરીથી તાલિબાન સક્રિય થઈ ગયું છે, અને અહીં નાના બાળકોથી લઈ વૃદ્ધો સુધી કોઈપણ ઉંમરના, કોઈપણ જાતિના લોકોને તાલિબાનીઓ મારી મારી રહ્યા છે. જેલોમાં બંધ પોતાના આતંકીઓને છોડાવી રહ્યા છે, ઠેર-ઠેર હિંસક પ્રદર્શનો કરી રહ્યા છે, અફઘાનિસ્તાનના રાષ્ટ્રીય ઝંડાને સળગાવી રહ્યા છે, અને એટલુ્ં જ નહીં, 6 જેટલા દેશના મહત્વના શહેરો પર તાલિબાનીઓએ કબ્જો જમાવી લીધો છે.

ત્યારે આતંકવાદી સંગઠન તાલિબાનના અત્યાચારો સહન કરવા અફઘાનિસ્તાનીઓ ફરી એકવાર લાચાર બન્યા છે, ત્યારે બીજી તરફ શાંતિની વાતો કરતા બેવડું મોઢું વાળા ચીનનો અસલી ચહેરો સામે આવ્યો છે. ચીન હવે અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજને માન્યતા આપવા પર વિચાર કરી રહ્યું છે. યૂએસ ન્યૂજને જાણકારી મળી કે જો આંતકી સંગઠન તાલિબાન અફઘાનિસ્તાન પર કબ્જો કરવામાં સફળ થાય છે તો ચીન તેમને માન્યતા આપી શકે છે. જો આવું થયું તો આ ભારત અને અમેરિકા સહિત એવા બધા દેશો માટે ઝાટકા સમાન હશે તેઓ તાલિબાન પર દબાણ બનાવવાની સતત કોશિશ કરી રહ્યા છે અને અફઘાનિસ્તાનમાં શાંતિ કાયમ કરવાના પ્રયાસોમાં છે.

યૂએસ ન્યૂજ મુજબ જો આતંકવાદી સમૂહ અફઘાનિસ્તાનમાં લોકતાંત્રિક રૂપે ચૂંટાઈ આવેલ અફઘાન સરકાર પર હાવી થઈ જાય છે અને કાબુલ પર પણ પોતાનો કબ્જો જમાવી લે છે તો ચીન તાલિબાનને અફઘાનિસ્તાનના કાયદેસરના શાસક તરીકે માન્યતા આપવા માટે તૈયાર છે. ચીની આંકલનથી પરિચિત ખુફિયા સૂત્રોના હવાલેથી યૂએસ ન્યૂજના રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે અફઘાનિસ્તાનમાં તાત્કાલિન સ્થિતિને ધ્યાનમાં રાખી નવા ચીની સૈન્ય અને ખુફિયા આકલને તેમને આતંકી સમૂહ એટલે કે તાલિબાન સાથે પોતાના સંબંધોને ઔપચારિક રૂપે આપવા માટે તૈયાર કરવા પ્રેરિત કર્યા ચે. જણાવી દઈએ કે અમેરિકા તાલિબાનને માન્યતા આપવાની વિરુદ્ધ છે.

આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે તાલિબાને મે મહિનામાં પોતાનું આક્રમણ શરૂ કર્યું અને અત્યાર સુધી કેટલાય પ્રાંતો અને પ્રમુખ જિલ્લાઓ પર કબ્જો જમાવી લીધો છે. લૉન્ગ વૉર જનરલના રિપોર્ટ મુજબ પહેલેથી તાલિબાન દ્વારા નિયંત્રિત અનુમાનિત 73 જિલ્લાઓ ઉપરાંત આતંકી સમૂહે 160થી વધુ જિલ્લાઓમાં પોતાનો કબ્જો જમાવી લીધો છે. જો લેટેસ્ટ આંકડાઓની વાત કરીએ તો તાલિબાને હવે અફઘાનિસ્તાનના 34 પ્રાંતોમાંથી 12 પર પોતાનો કબ્જો જમાવી લીધો છે, જમાં કંધાર, હેરાત અને લશ્કર ગાહ જેવા મહત્વના શહેર સામેલ છે.

અફઘાનિસ્તાનથી અમેરિકી સૈનિકોની અચાનક વાપસીને બેઈજિંગ અવસરની સાથે એક પડકારના રૂપમાં પણ જોઈ રહ્યું છે. ચીનને લાલચ દેખાઈ રહી છે કે અફઘાનિસ્તાનમાં પશ્ચિમી દેશો દ્વારા ખાલી કરવામાં આવેલી પાવર વેક્યૂમને તે ભરી શકે છે અને પડકાર એવો છે કે તાલિબાન ઈસ્લામિક આતંકવાદી સમૂહો સાથે ઐતિહાસિક સંબંધ વાળું એક સંગઠન છે. માટે ચીન ઘણી ચતુરાઈથી અફઘાનિસ્તાનમાં પોતાનું ડગલું માંડી રહ્યું છે. આ ઉપરાંત ચીનની અફઘાનિસ્તાન પર હોવાનું બીજું મહત્વનું કારણ છે કે તે ભારતને એ બાજુએથી પણ ઘેરવા માંગે છે.

અફઘાનિસ્તાનમાં 20 વર્ષ સુધી રહ્યા બાદ અમેરિકી સેનાની વાપસીએ તાલિબાન માટે અફઘાનિસ્તાનના વિશાળ ક્ષેત્રો પર નિયંત્રણનો માર્ગ પ્રશસ્ત કર્યો છે અને હવે આ કાબુલ સરકાર માટે ખતરો છે. બીજી તરફ ઈસ્ટ તુર્કિસ્તાન ઈસ્લામિક મૂવમેંટ, જેને તુર્કિસ્તાન ઈસ્લામિક મૂવમેંટના રૂપમાં પણ ઓળખવામાં આવે છે, ચીન માટે એક ગંભીર રાષ્ટ્રીય સુરક્ષાનો ખતરો છે. આ સમસ્યાથી નિપટવા માટે ચીન તાલિબાન સાથે સંબંધો વિકસાવવા ઝંખી રહ્યું છે.

પાછલા મહિને ચીને તાલિબાનના પ્રતિનિધિમંડળને જણાવ્યું હતું કે ઈટીઆઈએમ તેની રાષ્ટ્રીય સુરક્ષા અને ક્ષેત્રીય અખંડતા માટે સીધો ખતરો છે અને ઈટીઆઈએમનો મુકાબલો કરવો આંતરરાષ્ટ્રીય સમુદાય માટે એક સામાન્ય જવાબદારી છે. ચીની વિદેશ મંત્રી વાંગ યીએ ગત દવિસોમાં તિયાનજિનમાં અફઘાન તાલિબાન રાજનૈતિક આયોગના પ્રમુખ મુલ્લા અબ્દુલ ગની બરાદર સાથે બેઠક દરમિયાન આ સંદેશો આ્યો હતો. ચીને તાલિબાનના નેતા મુલ્લા અબ્દુલ ગની બરાદર સાથે મુલાકાત બાદ ચરમપંથી સમૂહની પ્રશંસા કરતાં અફઘાનિસ્તાનમાં તેને 'મહત્વનું સૈન્ય અને રાજનૈતિક તાકાત' ગણાવ્યા હતા.

English summary
here is why china wants taliban as ruler in afghanistan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X