US: 6 લાખથી વધુ ફોલોઅર ધરાવતી 'પિનટ' નામની ખિસકોલીની હત્યા કેમ કરવામાં આવી?
squirrel Peanut Killed:અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવા જઈ રહી છે, મુળ ભારતીય કમલા હેરિસ કે પછી પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી જીતીને કોણ વાઈટ હાઉસ પહોંચશે તે કહેવુ મુશ્કેલ છે.
અમેરિકાની ચૂંટણી અનેક મુદ્દે લડાઈ રહી છે, ત્યારે હવે આ ચૂંટણીમાં નવો મુદ્દો સામે આવ્યો છે અને આ મુદ્દો પિનટ નામની ખિસકોલીનો છે. ત્યારે અધિકારીઓ દ્વારા તેની કેમ હત્યા કરવામાં આવી તેની ચર્ચા હાલ અમેરિકામાં ચાલી રહી છે.
સમગ્ર બનાવ અંગે મળતી માહિતી મુજબ, એક ખિસકોલી જેનું નામ પિનટ તે સોશિયલ મીડિયા પર સ્ટાર બની ગઈ હતી. ત્યારે અચાનક જ તેના કેરટેકરના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા અને આ પિનટ નામની ખિસકોલીને જપ્ત કરવામાં આવી હતી અને ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી હતી.

અધિકારીઓએ શું જણાવ્યું?
આ અંગે અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતુ કે, અનેક અનામી ફરિયાદો બાદ રાજ્યના પર્યાવરણ સુરક્ષા વિભાગના અધિકારીઓએ પેન્સિલવેનિયા સરહદ નજીક પાઈન સિટીમાં રહેતા માર્ક લોન્ગોના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા અને ખિસકોલી અને ફ્રેડ નામના રેકૂનને કબ્જે કર્યા હતા.
કેરટેકરે ઈન્સ્ટાગ્રામ પર જાહેર કર્યો વીડિયો
ઈંસ્ટાગ્રામ પર ફેમસ થયેલી પિનટ નામની ખિસકોલીને સરકારી કર્મચારીને ડંખવાને કારણે ન્યૂયોર્કના અધિકારીઓએ પકડી લીધી હતી અને ત્યારબાદ તેને મારી નાંખી હતી. આ અંગે લોંગો નામના વ્યક્તિએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો અને સમગ્ર હકિક્ત જણાવી હતી કે, 1 નવેમ્બરના રોજ ન્યૂયોર્ક રાજ્ય પર્યાવરણ સંરક્ષણ વિભાગ દ્વારા પિનટને કબજે કરવામાં આવી હતી અને ત્યાર બાદ પીનટને મારી નાંખવામાં આવી હતી.
NEW: The owner of Peanut the squirrel explains how New York officials raided his house, took Peanut and his raccoon, and k*lled them.
— Collin Rugg (@CollinRugg) November 2, 2024
7-year-old Peanut and Fred the raccoon were euthanized after anonymous complaints.
“Officers raided my house as if I was a drug dealer. I was… pic.twitter.com/sSlbandoYO
મારી એક વાત પણ ન સાંભળી
આ અંગે લોંગોએ વધુમાં જણાવ્યુ હતુ કે, અમે આ પિનટ અંગે અનેક વખત કરુણાંસભર રજૂઆત કરી પરંતુ અધિકારીઓએ અમારી એક પણ વાત સાંભળી નહીં, જેના કારણે અમને સૌથી વધુ દુ:ખ થાય છે. અધિકારીઓએ મારા ઘરમાં દરોડા પાડ્યા હતા અને કહ્યું તમે એક ડ્રગ્સ ડિલર છો. હું મારા ઘરની બહાર ચારથી પાંચ કલાક બેઠો રહ્યો. અધિકારીઓએ પિનટ અને રૈકૂનની તપાસ માટે મારા ઘરમાં તપાસ કરી, રૈકૂન અને ખિસકોલી મળ્યા બાદ તેમને પકડી પાડ્યા અને તેમની હત્યા કરી નાંખી.
સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ
પિનટના મૃત્યુ પર પ્રતિક્રિયા આપતા એક યુઝરે લખ્યું, "આ હૃદયદ્રાવક છે અને ઘણું ખોટું છે! તમામ પ્રાણી સંગઠનો ક્યાં છે?" અન્ય યુઝરે ટિપ્પણી કરી, "મેં હમણાં જ #PeanutTheSquirrel વિશે સાંભળ્યું. તે 7 વર્ષની હતી અને 7 વર્ષ સુધી તેને પાળવામાં આવતી હતી. જ્યારે તે માત્ર એક પાલતુ હતી ત્યારે તેને જંગલી પ્રાણી કેવી રીતે ગણી શકાય? તમે "કોઈપણ પ્રાણી વિશે આ જ કહી શકો છો.NY સ્ટેટ."












Click it and Unblock the Notifications
