For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જ્યારે એક મહિલાએ આપ્યો પાંચ બાળકોને જન્મ

|
Google Oneindia Gujarati News

alexandra-kinova
આ એક અનોખો મામલો છે કે જ્યારે એક મહિલાએ 23 વર્ષની ઉમરમાં એક સાથે પાંચ બાળકોને જન્મ આપ્યો. આ મહિલાને પહેલાથી જ એક પુત્ર છે. લોકોનું કહેવું છે કે આ તેમના દેશ ચેક ગણરાજ્યમાં પહેલીવાર થઇ રહ્યું છે.

અધિકારીઓએ જણાવ્યું કે એલેક્ઝેન્ડ્રા કિનોવાએ ચાર પુત્રો અને એક પુત્રીને જન્મ આપ્યો. પ્રસવ ઓપરેશનથી કરવામાં આવ્યું. જે હોસ્પિટલમાં કિનોવાએ બાળકોને જન્મ આપ્યો, ત્યાંના ડોક્ટર્સે જણાવ્યું કે, પ્રસવ કોઇપણ પ્રકારની મુશ્કેલી વગર કરવામાં આવ્યું છે.

જો કે બાળકો અને તેની માતાને હાલ આઇસીયુમાં રાખવામાં આવ્યા છે, પરંતુ સમાચારોમાં કહેવામાં આવ્યું ચે કે તેમની સ્થિતિ સારી છે. સમાચાર એજન્સીએ હોસ્પિટલની સૌથી મોટા ડોક્ટર જબીનેક સ્ત્રાનકના હવાલાથી જણાવ્યું કે આ ચેક ગણરાજ્યની પ્રથમ ઘટના છે, જ્યારે કોઇ મહિલાએ પાંચ બાળકોનું પ્રાકૃતિક રીતે ગર્ભ ધારણ કર્યું હોય.

બાળકોના સ્વસ્થ વિકાસની સંભાવના 95 ટકા છે. જણાવવામાં આવ્યું છે કે, બાળકોના નામ ડેનિયર, માઇકલ, અલેક્સ અને માર્ટિન રાખવામાં આવ્યું છે જ્યારે બાળકીનુ ટેરેજકા રાખવામાં આવ્યું છે.

રાજધાની પ્રાગથી 20 કિમીના અંતરે આવેલા મિલોકિક શહેરની રહેવાસી કિનોવાને પહેલાથી એક પુત્ર છે. કિનોવાને શરૂઆતમાં લાગ્યું હતું કે તે જોડિયા બાળકોને જન્મ આપવાની છે, પરંતુ માર્ચમાં ડોક્ટર્સે જણાવ્યું કે ચાર બાળકો છે અને એપ્રિલમાં એ સંખ્યા પાંચની થઇ ગઇ હતી.

English summary
Alexandra Kinova, 23, gave birth by Caesarean section to four sons and a daughter
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X