For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

24 ઓક્ટોબરે જનતા માટે ખુલશે ચીન-હોંગકોંગ વચ્ચેનો સૌથી મોટો સી બ્રીજ

24 ઓક્ટોબરે હોંગકોંગ અને ચીન વચ્ચે બનેલા દુનિયાના સૌથી મોટા સી બ્રીજનું ઉદઘાટન કરવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

24 ઓક્ટોબરે હોંગકોંગ અને ચીન વચ્ચે બનેલા દુનિયાના સૌથી મોટી સી બ્રીજનું ઉદઘાટન કરવામાં આવશે. સમુદ્ર પર બનેલા દુનિયાના આ વિશાલતમ પુલનું નામ હોંગકોંગ ઝુહાઈ મકાઉ બ્રિજ છે અને આ બ્રિજ ખુલવાથી ચીન-હોંગકોંગ વચ્ચેનું અંતર કાપવાનો સમય ઘટીને માત્ર 30 મિનિટનો રહી જશે. અત્યારે ચીનથી હોંગકોંગનું અતંર કાપવામાં ત્રણ કલાકનો સમય લાગે છે. આ પુલને અત્યાધુનિક વાસ્તુકલાનું ઉત્તમ ઉદાહરણ ગણવામાં આવી રહ્યુ છે. આ પુલ પર્લ રીવર ડેલ્ટા પર વસેલા શહેરોને એકબીજા સાથે જોડે છે.

આ પણ વાંચોઃ યુએસઃ CAATSA પ્રતિબંધોથી બચવુ હોય તો અમારી પાસેથી F-16 એરક્રાફ્ટ ખરીદોઆ પણ વાંચોઃ યુએસઃ CAATSA પ્રતિબંધોથી બચવુ હોય તો અમારી પાસેથી F-16 એરક્રાફ્ટ ખરીદો

sea bridge

નક્કી કરવામાં આવી કારોની સંખ્યા

ચીની ઓથોરિટી તરફથી જણાવવામાં આવ્યુ છે કે આ પુલ દુનિયાનો સૌથી લાંબો પુલ છે જે 55 કિલોમીટરના અંતરને માત્ર અડધા કલાકમાં નક્કી કરે છે. ચીનની ન્યૂઝ એજન્સી શિન્હુઆ મુજબ પુલ પર્લ નદી પર સ્થિત લિંગદિંગયાંગ પર બનેલો છે. આ પુલનું નિર્માણ કાર્ય ડિસેમ્બર 2009 માં શરૂ થયુ હતુ. આ પુલ હોંગકોંગ અને ચીની શહેર ઝુહાઈને જોડે છે. હોંગકોંગમાં સાંસદોએ ચેતવણી આપી હતી કે આ પુલ બનવાથી લંતાઉ દ્વીપ પર ટ્રાફિક વધી જશે અને આનાથી પર્યાવરણને ઘણુ નુકશાન થશે.

આ પણ વાંચોઃ 'સબરીમાલામાં બાબરી ધ્વંસની પેટર્ન પર વિરોધ': સીપીએમ નેતા સીતારામ યેચુરીઆ પણ વાંચોઃ 'સબરીમાલામાં બાબરી ધ્વંસની પેટર્ન પર વિરોધ': સીપીએમ નેતા સીતારામ યેચુરી

ટ્રાંસપોર્ટ ડિપાર્ટમેન્ટ તરફથી જો કે પુલ પરથી પસાર થતા પસાર થતા પ્રાઈવેટ વાહનોની સંખ્યા સીમિત કરી દેવામાં આવી છે. પુલ પરથી માત્ર 5,000 પ્રાઈવેટ કારોને પસાર થવાની મંજૂરી આપવામાં આવશે. આ પુલ એક બ્રિજ-ટનલ સિસ્ટમ પર બન્યો છે અને ત્રણ તારોની સીરિઝથી આ પુલને તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સમુદ્રની નીચેથી પણ એક સુરંગ પસાર થાય છે અને સાથે બે કૃત્રિમ દ્વીપ પણ આ પુલની સુંદરતાને વધારે છે.

English summary
World's longest sea bridge between China and Hong Kong to open on October 24.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X