• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોમ્યૂનિસ્ટ પાર્ટી જ ચીન છે, શી જિનપિંગે દુનિયાને ધમકાવ્યા, ખતરનાક દિવસો માટે થઈ જાઓ તૈયાર

|
Google Oneindia Gujarati News

ચીનની સત્તારૂઢ કોમ્યૂનિસ્ટ પાર્ટી ઑફ ચાઈના (CPC)એ 100મી વર્ષગાંઠન ઉજવણી કરવા માટે થિયાનમેન સ્કવાયર પર શી જિનપિંગે વિશાળ શક્તિ પ્રદર્શન કરી દુનિયાને પોતાની તાકાત દેખાડવાની કોશિશ કરી. આ દરમિયાન શી જિનપિંગહે ધમકી ભરેલા લહેકામાં દુનિયાને એક પછી એક કેટલીયવાર ચેતવણી આપતા કહ્યું કે ચીન કોઈની વાત નહી સાંભળે અને જો કોઈએ ચીનને રોકવાની કોશિશ કરી તો પરિણામ ખરાબ આવશે. ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંગે ગુરુવારે ધમકી ભરેલા લહેકામાં કહ્યું કે જો કોઈપણ વિદેશી શક્તિ ચીનને ધમકાવવાની કોશિશ કરશે તો ચીનની 1.4 અબજની વસ્તી 'સ્ટીલની મહાન દિવાલ'ની જેમ તેની સામે ઉભી થઈ જશે.

શી જિનપિંગની ખતરનાક ધમકીઓ

શી જિનપિંગની ખતરનાક ધમકીઓ

ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંગે થિયાનમેન સ્ક્વાયરની બાલકનીથી સમારોહને સંબોધિત કર્યો. શી જિનપિંગની પાછળ પીપુલ્સ રિપબ્લિકન ઑફ ચાઈનાના સંસ્થાપક માઓત્સે તુંગની એક વિશાળ તસવીર પણ હતી, અને ખુદે પણ માઓત્સે તુંગની જેમ જ કપડાં પહેરી રાખ્યાં હતાં. આ દરમિયાન તેમણે સ્પષ્ટ કહ્યું કે તાઈવાનને મુખ્ય ભૂમિ ચીનથી જોડવું સત્તાધારી પાર્ટીનો ઐતિહાસિક લક્ષ્ય છે. સીપીસીના મહાસચિવ અને ચીનની સેનાના અધ્યક્ષ શી જિનપિંગના નિશાના પર પહેલાં અમેરિકા હતું. તેમણે અમેરિકા માટે ચેતવણી જાહેર કરતા કહ્યું કે કોઈપણ વિદેશી શક્તિને ચીનને ધમકાવવાની મંજૂરી આપવામાં નહી આવે.

1921થી 2021 સુધી કોમ્યૂનિસ્ટ પાર્ટીની સફર

1921થી 2021 સુધી કોમ્યૂનિસ્ટ પાર્ટીની સફર

આખી દુનિયામાં શાંતિમાં વિઘ્ન નાખનારા ચીને કોમ્યૂનિસ્ટ પાર્ટીની સ્થાપનાના 100મા વર્ષના અવસર પર સૌથી વધુ અમેરિકાને આડેહાથ લીધું અને તેના પર ચીનના શાંતિપૂર્ણ વિકાસમાં વારંવાર વિઘ્ન નાખવાનો આરોપ લગાવ્યો. જણાવી દઈએ કે અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને તત્કાલિન પ્રેસિડેન્ટ જો બિડેન બંનેએ ચીન વિરુદ્ધ સખ્ત નીતિ અપનાવી છે.

અમેરિકાએ વેપારથી લઈ માનવાધિકારના મુદ્દાઓ સુધી કેટલાય મામલાઓમાં ચીનને નિશાન બનાવ્યું અને કોવિડ 19નો દાવો સૌથી પહેલાં ચીનના વુહાનથી સામે આવ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે સીધી રીતે ચીનને જવાબદાર ઠેરવી તેના પર દંડ ફટકારવાની વાત કહી હતી. ચીનની સરકારી સમાચાર એજન્સી શિન્હુઆએ 68 વર્ષીય શી જિનપિંગના હવાલેથી કહ્યું કે, "ચીનના લોકો ક્યારેય કોઈ વિદેશી શક્તિને તેમને ધમકાવવા, પરેશાન કરવા અથવા અધીન કરવાની મજૂરી નહી આપે."

આવું કરવાની કોશિશ કરનારાઓને 1.4 અબજથી વધુ ચીની લોકોની વિશાળ દિવાલ સામે ટકરાવવું પડશે. તેમણે કહ્યું કે- અમે ક્યારેય અન્ય દેશના એકેય લોકોને પરેશાન, ઉત્પીડિત કે અધીન નથી કર્યા અને અમે આવું ક્યારેય કરીશું પણ નહી. આવી જ રીતે અમે પણ કોઈ વિદેશી શક્તિઓને મંજૂરી નહી આપીએ.

શી જિનપિંગનો ન્યૂક્લિયર હથિયાર પ્રેમ

શી જિનપિંગનો ન્યૂક્લિયર હથિયાર પ્રેમ

શી જિનપિંગના ભાષણ દરમિયાન થિયાનમેન સ્ક્વાયર પર 70 હજાર લોકો હાજર હતા. જેમાં સ્કૂલી બાળકો ઉપરાંત પાર્ટી કાર્યકર્તા, સેના અધિકારી પણ સામેલ હતા. જણાવી દઈએ કે થિયાનમેન સ્ક્વાયરની એ જગ્યા છે, જ્યાં 1989માં ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી વિરુદ્ધ પ્રચંડ વિદ્રોહ શરૂ થયો હતો, પરંતુ કોમ્યૂનિસ્ટ પાર્ટીએ બર્બરતા સાથે તે વિદ્રોહને દબાવી દીધો હતો. કહેવાય છે કે એ વિદ્રોહ દરમિયાન કોમ્યુનિસ્ટ પાર્ટીએ 16 હજાર વિદ્યાર્થીને એક રાતમાં જ મારી નાખ્યા હતા.

હજારો વિદ્યાર્થીઓને કોમ્યુનિસ્ટ પાર્ટીની સેનાએ પોતાની ટેંકોથી કચડીને મારી નાખ્યા હતા. જ્યારે કોમ્યુનિસ્ટ પાર્ટીની સ્થાપના દિવસ સમારોહની શરૂઆત હેલીકોપ્ટર્સ અને અત્યાધુનિક લડાકૂ વિમાનો દ્વારા ફાઈપાસ્ટ સાથે થઈ. ફ્લાઈપાસ્ટમાં લગભગ 71 વિમાનોએ ભાગ લીધો હતો જેમાં ચીનના સૌથી ઉન્નત જે-20 સ્ટીલ્થ લડાકૂ વિમાન, હેલીકોપ્ટર, લડાકૂ વિમાન ટ્રેનર અને અન્ય સામેલ હતાં. આ કાર્યક્રમનું સીધું પ્રસારણ ચીનની સરકારી મીડિયામાં લાઈવ કરવામાં આવ્યું.

એકજુટતા દેખાડવાની કોશિશ

એકજુટતા દેખાડવાની કોશિશ

કોમ્યૂનિસ્ટ પાર્ટીએ આ દરમિયાન પોતાના નેતાઓ વચ્ચે એકજૂટતા દેખાડવાની કોશિશ કરી અને પાર્ટીના કેટલાય પૂર્વ અને વર્તમાન શીર્ષ નેતાઓએ સમારોહમાં ભાગ લીધો હતો. જેમાં શી જિનપિંગના પૂર્વર્તી હૂ જિંતાઓ અને પૂર્વ પીએમ વેન જિયાબાઓ પણ સામેલ હતા. સીપીસીના પ્રમુખ નેતાના રૂપમાં કહેવાતા શી જિનપિંગને માઓ બાદ પાર્ટીના સૌથી શક્તિશાળી નેતા માનવામાં આવે છે. તેમણે માઓ-શૈલીનો ગ્રે સૂટ પહેર્યો હતો, આવો પોશાક 100 વર્ષ પહેલાં માઓત્સે તુંગે પહેર્યો હતો.

પ્રેસિડેન્ટ શી જિનપિંગે કહ્યું કે તાઈવાન મુદ્દાને ઉકેલવો અને ચીનના એકીકરણને સાકાર કરવો તેમનું ઐતિહાસિક લક્ષ્ય છે અને આના માટે સીપીસી પૂરી રીતે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે- આપણે તાઈવાનની સ્વતંત્રતાની દિશામાં કોઈપણ પ્રયાસને સંપૂર્ણપણે નિષ્ફળ કરવા માટે કાર્યવાહી કરવી જોઈએ અને રાષ્ટ્રીય કાયાકલ્પ માટે એક ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે મળીને કામ કરવું જોઈએ.

ચીન માટે શી જિનપિંગનો પ્લાન

ચીન માટે શી જિનપિંગનો પ્લાન

શી જિનપિંગે સમારોહ દરમિયાન કહ્યું હતું કે "કોઈને પણ પોતાની રાષ્ટ્રીય સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતાની રા માટે ચીની લોકોના અપાર સંકલ્પ, દ્રઢ ઈચ્છાશક્તિ અને અસાધારણ ક્ષમતાને ઓછી કરીને ન આંકવી જોઈએ." આપણે રાષ્ટ્રીય રક્ષા અને સશસ્ત્ર બળોના આધુનિકીકરણમાં તેજી લાવવી જોઈએ. અમે આપણી રાષ્ટ્રીય સંપ્રભુતા, સુરક્ષા અને વિકાસ હિતોની રક્ષા કરવા માટે વધુ ક્ષમતા અને વધુ વિશ્વસનીયતા સાધનોથી સજ્જ થઈ રહ્યા છીએ. શી જિનપિંગે જોર આપતા કહ્યું કે સેનાને પાર્ટીના નેતૃત્વમાં કામ કરવું જોઈએ. તેમણે કહ્યું કે પીપુલ્સ લિબરેશન આર્મી દેશની રક્ષા અને રાષ્ટ્રીય ગરિમાની રક્ષા માટે એક મજબૂત સ્તંભ છે અને ક્ષેત્રીય અને વિશ્વ શાંતિની રક્ષા માટે એક મજબૂત તાકાત છે.

શી જિનપિંગ જ એકમાત્ર નેતા

શી જિનપિંગ જ એકમાત્ર નેતા

જણાવી દઈએ કે ચાઈના કોમ્યુનિસ્ટ પાર્ટીની સ્થાપના 1 જુલાઈ 1921ના રોજ માઓત્સે તુંગે કરી હતી અને ગુરુવારે આ પાર્ટીના અસ્તિત્વના 100 વર્ષ પૂરાં થયાં. 1949માં પીપુલ્સ રિપબ્લિક ઑફ ચાઈનાની રચના બાદથી આ ચીનની સત્તામાં છે અને ચીનમાં કોઈ બીજી પાર્ટીને અસ્તિત્વમાં જ નથી આવવા દીધી.

ચીન માટે સીપીસીના મહત્વ પર પ્રકાશ ફેંકતાં શી જિનપિંગે કહ્યું કે કોમ્યુનિસ્ટ પાર્ટીથી ચીનના લોકોને અલગ કરવાનો કોઈપણ પ્રયત્ન સફળ થવા દેવાશે નહી. પાર્ટીના સાડા 9 કરોડથી વધુ સભ્યો છે અને ચીનની એક અબજ 42 કરોડની જનતા આવું ક્યારેય નહી થવા દે. જણાવી દઈએ કે ચીનની સત્તાના ત્રણ સર્વોપરિ નેતા હોય છે. એક કોમ્યુનિસ્ટ પાર્ટીના અધ્યક્ષ, એક ચીનની સરકારના પ્રેસિડેન્ટ અને ત્રીજા ચીનની સેનાના અધ્યક્ષ. પરંતુ શી જિનપિંગ પર આરોપ છે કે સત્તામાં આવ્યા બાદ તેમણે ધીરે ધીરે ત્રણેય અંગ પર કબ્જો જમાવી લીધો અને પોતાના કેટલાય વિરોધીઓને ગાયબ કરાવી દીધા અને ખુદને અંતિમ શ્વાસ સુધી ચીનના પ્રેસિડેન્ટ ઘોષિત કરી દીધા છે.

English summary
Xi jinping Demonstrated the power of China on 100th anniversary of china communist party
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X