Year Ender 2023 : વીડિયોમાં એવુ તો શું છે કે 2023નો સૌથી વધુ જોવાયેલો વીડિયો બની ગયો, જુઓ વીડિયો
2023નું વર્ષ પુરૂ થવામાં છે ત્યારે વિતેલા વર્ષોની વિવિધ ઘટનાઓની ચર્ચા થઈ રહી છે. આ ચર્ચામાં એક વીડિયોનો સતત ઉલ્લેખ થઈ રહ્યો છે.
આજે આપણે 2023 માં સૌથી વધુ જોવાયેલા એક વીડિયો વિશે વાત કરવાના છીએ. આ વીડિયોએ 2023માં તહેલકો મચાવ્યો અને 50 કરોડથી વધુ લોકોએ તેને જોયો છે.
તમને જાણીને નવાઈ લાગશે કે આ રીલને 50 કરોડથી વધુ લોકોએ જોઈ હતી. આ આ રીલ વર્ષ 2023ની સૌથી વધુ જોવાયેલી રીલ બની છે.
હવે તમારા મનમાં સવાલ થતો હશે કે આટલા બધા લોકોએ આ રીલ કેમ જોઈ? અને તે કેવી રીતે વાયરલ થયો? આ વીડિયો કોણે બનાવ્યો છે અને તેમાં શું ખાસ છે?

આ વીડિયો એક મેકઅપ ટ્યુટોરિયલ છે, જે TikTok ઈન્ફ્લૂએન્સર ન્યાડોલી ડેંગ દ્વારા બનાવવામાં આવ્યો છે. આ વીડિયો માર્ચમાં અપલોડ કરવામાં આવ્યો અને ત્યારબાદ તેને 504 મિલિયન વખત જોવામાં આવ્યો છે.
આ વીડિયો TikTok પર સૌથી વધુ જોવાયેલો વીડિયો બની ગયો છે. તેનું કારણ પણ ન્યાડોલીનો રંગ છે. ન્યાડોલી કરેલા વીડિયોમાં તે મેકઅપ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતી જોવા મળી હતી.
કેપ્શનમાં તેણીએ લખ્યું કે, કેવી રીતે તેણે પોતાના ચહેરા પર વિવિધ કંપનીઓની પ્રોડક્ટ્સનો ઉપયોગ કર્યો છે. તેણે કઈ કંપનીની કઈ પ્રોડક્ટ વાપરી છે. આ તમામ બાબતો તે જણાવી રહી છે.












Click it and Unblock the Notifications
