For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

YouTubeના મુખ્યાલયમાં મહિલાએ કરી ગોળીબારી, 4 ઇજાગ્રસ્ત

કેલિફોર્નિયામાં યૂ ટ્યૂબના મુખ્યાલયમાં એક બંદૂકધારી મહિલાએ ગોળીબારી કરતા ચાર ઇજાગ્રસ્ત. મહિલાએ પોતે પણ કરી ગોળી મારીને આત્મહત્યા. વધુ વાંચો અહીં.

|
Google Oneindia Gujarati News

અમેરિકાના કેલિફોર્નિયામાં યૂ ટ્યૂબના મુખ્યાલયમાં એક બંદૂકધારી મહિલાએ ગોળીબારી કરવાની શરૂઆત કરતા ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તે પછી મહિલાએ પોતાની જાતને ગોળી મારી દીધી હતી. અને તેની ઘટના સ્થળે મોત થઇ ગઇ હતી. બંદૂકધારી મહિલાએ જે ચાર લોકોને ગોળી મારી હતી તેમાંથી એક વ્યક્તિ ગોળીબાર કરનાર મહિલાને ઓળખતો હતો. અમેરિકા મીડિયાનું માનીએ તો આ ઇજાગ્રસ્ત યુવક ફાયરિંગ કરનાર મહિલાનો પ્રેમી હતો. સંબંધોમાં મનભેદ થવાના કારણે આક્રોશમાં આવીને મહિલાએ ગોળીબારી કરી હોય તેમ પ્રાથમિક જાણકારીઓથી જાણવા મળ્યું છે.

youtube

જો કે હાલ આ તમામ કારણો પર પોલીસ તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે જે બે મહિલાઓ પર હુમલો કરવામાં આવ્યો છે. તેમાંથી એક મહિલાની હાલત હાલ ગંભીર છે. ચાર ઇજાગ્રસ્ત લોકોને પોલીસે પાસેની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા છે. અહીં ડોક્ટર દ્વારા તેમને સારવાર આપવામાં આવી રહી છે. આ ઘટના પછી ગૂગલના સીઇઓ સુંદર પિચાઇએ જણાવ્યું કે તે ઇજાગ્રસ્તો અને તેમના પરિવારની સહાય કરશે. જો કે આ મામલે એક 36 વર્ષીય મહિલાની હાલત ગંભીર છે.

English summary
YouTube headquarters Shooting several injured suspect dead. Read more on it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X