For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2016માં છવાયેલા આ લોકોમાં કેટલો "દમ" છે, તે 2017માં ખબર પડશે

ગુજરાત રાજકારણમાં વર્ષ 2016 અનેક ઉથલ પાથલથી ભરેલું રહ્યું છે ત્યારે 2016માં ગુજરાત રાજકારણમાં આવેલા આ નવા ચહેરાઓ વર્ષ 2017માં પોતાની છાપ છોડશે કે કેમ તે અંગે વધુ વાંચો અહીં.

|
Google Oneindia Gujarati News

ગુજરાતના રાજકારણમાં 2016માં કેટલાક નવા ચહેરા આવ્યા. આ પહેલા તે તેમના સ્થાનિક ક્ષેત્રમાં જાણીતા હતા પણ ગુજરાતના રાજકીય રાજકારણમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા સાબિત થવામાં 2016ની અનેક ઘટનાઓએ મહત્વનો ભાગ ભજવ્યો છે. ત્યારે આ વર્ષ 2016ના લેખા જોખા પર એક નજર કરીએ તો 2016નું વર્ષ ગુજરાતના રાજકારણ માટે ખૂબ જ ઊથલ પાથલથી ભરેલું રહ્યું, આનંદીબેનના રાજીનામાથી લઇને અમિત શાહની જાહેર સભામાં ખુરશી ઉછળવી અને મોદીની વારંવાર ગુજરાત મુલાકાતો, એક જ વાત તરફ જ ઇશારો કરે છે કે આવનારું વર્ષ ગુજરાતના રાજકારણ જોરદાર રસાકસીથી ભરેલુ રહેશે.

આ કામમાં ગુજરાતના નેતાઓ દેશના તમામ રાજકારણીઓથી આગળ છે, વાંચો શું?આ કામમાં ગુજરાતના નેતાઓ દેશના તમામ રાજકારણીઓથી આગળ છે, વાંચો શું?

2017માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી થશે. જેમાં 2016માં છવાયેલા કેટલાક નવા ચહેરાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેમની રણનીતિ જ તે વાત સાબિત કરશે કે ગુજરાતના રાજકારણમાં તે ટકી રહેશે કે પછી વિસરાઇ જશે. ત્યારે 2016ના આવા ક્યા નવા ચહેરાઓ આગવી છાપ મૂકી છે તે અંગે વિગતવાર વાંચો અહીં...

વિજય રૂપાણી

વિજય રૂપાણી

વિજય રૂપાણીનું નામ ત્યારે ચર્ચામાં આવ્યું જ્યારે તે ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા. થોડાક જ સમયમાં તેમણે પોતાની એક તેવી છાપ પક્ષમાં ઊભી કરી કે જ્યારે આનંદીબેને રાજીનામુ આપ્યું ત્યારે ભાજપના અન્ય મહત્વપૂર્ણ નેતાઓને પાછળ રાખી મુખ્યમંત્રીની ખુરશી તેમના હાથે લાગી ગઇ. એટલું જ નહીં ધીરે ધીરે જ હવે તે પોતાની આગાવી છાપ ઊભી કરી રહ્યા છે. પણ તેમની ખરી પરીક્ષા 2017ની વિધાનસભાની ચૂંટણીમાં થશે. ત્યારે તે તેમની રણનીતિ અને કાર્યપ્રણાલીથી ભાજપને જીતનો સ્વાદ આપવાશે કે કેમ તે હવે જોવું જ રહ્યું.

જીતુ વાઘાણી

જીતુ વાઘાણી

પાટીદારાના અનામત આંદોલન વચ્ચે જીતુ વાઘાણી જેવા પાટીદાર નેતાનું પ્રદેશ પ્રમુખ બનવું. તેમના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ સુરત કે જે પાટીદારોનો ગઢ મનાય છે ત્યાં ભાજપનું સન્માન સમારંભ થવું આ તમામ વાતો ગુજરાત રાજકારણની તેમની આવનારા દિવસો કેવી મહત્વપૂર્ણ ભૂમિકા થવાની છે તે વાતને દર્શાવે છે. ભલે તે સભામાં ખુરશીઓ ઉડી હોય પણ જીતુ વાધાણી 2017માં ગુજરાત રાજકારણમાં એક પાટીદાર નેતા તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તે વાતમાં કોઇ શંકા નથી.

જિજ્ઞેશ મેવાણી

જિજ્ઞેશ મેવાણી

ગુજરાત દલિત યુવા નેતાની ખુરશી લાંબા સમયથી ખાલી પડી હતી. દલિત યુવા નેતાઓ તો પહેલાથી જ હતા. પણ રાજકીય ફલક પર પોતાની આગવી ઓળખ ઊભી કરવી, દલિત મુદ્દાઓને યોગ્ય દિશા અને અવાજ આપવાનું કામ જીજ્ઞેશ મેવાણીએ કર્યું છે. જો કે મેવાણીનું નામ ચર્ચામાં આવવા પાછળ ઉનામાં દલિતો પર થયેલી અત્યાચારની ઘટનાએ પણ મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. ત્યારે 2017માં તેની રણનીતિ જ નક્કી કરશે કે શું તે દલિત મુદ્દાઓને યોગ્ય ન્યાય અપાવી શકશે કે નહીં?

હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકર

હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકર

હાર્દિક પટેલ પાટીદારોના યુવા સશક્ત નેતા તરીકે 2016માં પૂર્ણપણે ઊભરી આવ્યા છે. હાલ તો તે પોતાની અનામતની માંગને કેવી રીતે સાકાર કરવી તેની રણનીતિ બનાવી રહ્યા છે પણ 2017ની ચૂંટણીમાં તે મહત્વનો ભાગ ભજવશે તેમાં કોઇ શંકાને સ્થાન નથી. તો બીજી તરફ ઓબીસી નેતા અલ્પેશ ઠાકર પણ 2017ની ચૂંટણીમાં મહત્વનો ભાગ ભજવશે.

English summary
Gujarat Politics new faces, who comes in the year of 2016 but play important role in 2017.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X