દુબઇમાં રોડ અકસ્માતમાં 10 ભારતીય શ્રમિકોના મોત
દુબઇ, 11 મે: દુબઇમાં એશિયાઇ શ્રમિકોને લઇ જઇ રહેલી એક બસ એક ટ્રક સાથે ટકરાઇ ગઇ જેથી 10 ભારતીય સહિત 15 એશિયાઇ શ્રમિકોના મોત નિપજ્યા છે. પોલીસે જણાવ્યું કે આ અકસ્માત ગઇકાલે થયો જ્યારે બસ ઉભેલા ટ્રક સાથે ટકરાઇ ગઇ. આ અકસ્માતમાં ઘટનાસ્થળ પર જ 13 લોકોના મોત નિપજ્યાં છે. બે લોકોએ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
ત્રણ સીટોવળી આ બસ દ્વારા 27 શ્રમિક જબલ અલીમાં પોતાના કાર્યસ્થળ પર જઇ રહ્યાં હતા જ્યારે તેને વ્યસ્ત સડક એમિરેટેસ રોડ પર ટ્ર્કની પાછળના ભાગને ટક્કર મારી. ભારતના વાણિજ્ય મહાદૂતે જણાવ્યું હતું કે અકસ્માતમાં મૃત્યું પામેલા બધા જ દસ ભારતીય બિહારના હતા. કેટલાક ઇજાગ્રસ્ત ભારતીય અને બાંગ્લાદેશી શ્રમિકોને સારવાર માટે રાશિદ અને અલ-બરાહ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે.

દુબઇ પોલીસના બચાવ ઉપનિર્દેશક લેફ્ટિનેંટ કર્નલ અહમદ અતીક બુરબાહે જણાવ્યું કે આ અકસ્માતમાં બસ એટલી હદે ક્ષતિગ્રસ્ત થઇ કે પીડિતોને બહાર નિકાળવા માટે તેને કાપવી પડી. સ્થાનિક મીડિયાના અહેવાલના અનુસાર બુરબાહે કહ્યું આ નિશ્વિત રીતે આ વર્ષનો અત્યાર સુધીનો સૌથી મોટો અકસ્માત છે.












Click it and Unblock the Notifications
