For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

UAEમાં છ મહિનાઓમાં 37 ભારતીયોએ કરી આત્મહત્યા

|
Google Oneindia Gujarati News

દુબઇ, 19 જુલાઇઃ નાણાકીય સમસ્યાઓના કારણે દુબઇમાં રહેતા મલયાલમ ફિલ્મ નિર્માતા સંતોષ કુમારે આ સપ્તાહે પત્ની મંજૂ મેનન સાથે દુબઇ સ્થિત પોતાના એપાર્ટમેન્ટમાં પહેલા પોતાની નવ વર્ષની પુત્રીની હત્યા કરી અને બાદમાં પતિ-પત્નીએ પોતાની નસ કાપીને આત્મહત્યા કરી નાંખી હતી.

37 ભારતીયોએ કરી આત્મહત્યા
તમને જણાવી દઇએ કે આ પહેલી એવી ઘટના નથી. નોંધનીય છેકે, દુબઇ સ્થિત ભારતીય દૂતાવાસે તાજેતરમાં આપેલા આંકડાઓ અનુસાર આ વર્ષના પહેલા છ મહિનામાં યુએઇમાં 37 ભારતીયોએ આત્મહત્યા કરી છે.

suicide
નાણાકીય સમસ્યા છે કારણ
2007થી 2013 સુધીમાં ત્યાં 700 જેટલા ભારતીયોએ આત્મહત્યા કરી છે. જોકે એ સ્પષ્ટ નથી થઇ શક્યું કે, તેમાંથી કેટલા દેવામાં ડુબેલા હતા અથવા તો અન્ય નાણાકીય દબાણમાં આવીને આત્મહત્યા કરી છે. જોકે, કેટલાક લોકોનું કહેવું છેકે, ગેરકાયદે ધીરાણકારો તરફથી દેવું અને ઉત્પીડનના કારણે સમાજમાં અપમાનનો ભય, આ પરિવારોને આત્મહત્યા કરવા અથવા અન્ય પગલાં ભરવા માટે મજબૂર કરે છે.

2008માં યુએઇમાં સૌથી વધારે આત્મહત્યાના કેસ જોવા મળ્યા. જ્યારે લગભગ એક વર્ષમાં 176 ભારતીયોએ આત્મહત્યા કરી હોવાનો રિપોર્ટ સામે આવ્યો હતો. આ વર્ષે પણ આર્થિક મંદી સામે ઝઝૂમી રહ્યાં છે. ભારતીય સમુદાય કલ્યાણ સમિતિના અધ્યક્ષ કે કુમારનું કહેવું છેકે તેમાંથી મોટાભાગના મધ્ય વર્ગીય અથવા તો ઉચ્ચ મધ્યમ વર્ગીય પરિવારના લોકો હોય છે. આત્મહત્યાનું કારણ બેન્ક લોન અથવા ક્રેડિટ કાર્ડ દેવું જેવી વાતો હોય છે.

યુએઇમાં સ્થિત ભારતીય સંઘનું માનવું છેકે ધીરાણદારો દ્વારા ગેરકાયદે રીતે પૈસા લેવાનું અથવા તો અન્ય વાતોમાં પરિવારે પોલીસ અથવા વાણિજ્ય દૂતાવાસની મદદ લેવી જોઇએ.

English summary
Thirty-seven Indian nationals have committed suicide in Dubai and the Northern Emirates in the first half of this year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X