અમેરિકામાં ધોળા દિવસે ગુજરાતીની ગોળી મારી હત્યા
વોશિંગ્ટન, 12 ડિસેમ્બર: અમેરિકામાં રહેતા એક ગુજરાતીની ધોળે દિવસે એક અજાણ્યા શખ્શે ગોળી મારી હત્યા કરી દીધી છે. 51 વર્ષીય મુકેશભાઇ પટેલ લેક્સિંગટનમાં મેરાથોન ગેસ સ્ટેશન પર બપોરે કામ કરી રહ્યા હતા આ દરમિયાન જ એક અજાણ્યા કિશોરે આવીને તેમને છાતીના ભાગમાં ગોળી મારી દીધી, અને તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટના સોમવારે બપોરની છે.
આણંદ જિલ્લાના મહેળાવના વતની મુકેશભાઈ પટેલને ગોળી મારનાર આ 18 વર્ષના કિશોરને લેક્સિંગટન પોલીસે બીજા દિવસે એટલે કે મંગળવારે ઝડપી પાડ્યો હતો. પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક પૂછપરછમાં લૂંટના ઇરાદે મુકેશભાઈની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી.
અત્રે નોંધનીય છે કે મુકેશભાઈ પટેલ વર્ષ 2003માં પોતાના પરિવાર પત્ની અને બે બાળકો સાથે સ્થાયી થયા હતા. ઉલ્લેખનીય છે કે મુકેશભાઇના આકસ્મિક મૃત્યુ બાદ પરિવારજનોમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઇ છે. લેક્સિંગટન પોલીસ આ હત્યા અંગેની વધું તપાસ કરી રહી છે.













Click it and Unblock the Notifications
