For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેવયાનીની ધરપકડમાં અમેરિકન અધિકારીઓએ કરી ભૂલ: વકીલ

|
Google Oneindia Gujarati News

ન્યૂયોર્ક, 24 ડિસેમ્બર: દેવયાની ખોબરાગડેના વકીલે જણાવ્યું કે અમેરિકન અધિકારીઓએ વિઝા છેતરપિંડી અને નોકરાણીનું આર્થિક શોષણના મામલે ભારતીય રાજદૂતની ધરપકડ અને તપાસમાં ભૂલ કરી છે, કારણ કે એક સંઘીય એજેન્ટે નોકરાણીના પગારને લઇને દસ્તાવેજોને વાંચવામાં ગંભીર ભૂલ કરી છે.

ભારતીય મહિલા રાજદ્વાર દેવયાની ખોબરાગડેના વકીલ ડેનિયલ આર્શચકે જણાવ્યું કે રાજદૂત સુરક્ષા સેવા એજન્ટ માર્ક સ્મિથને ખોબરાગડેની ધરપકડ અને તપાસની જવાબદારી સોંપવામાં આવી.

આર્શચકે જણાવ્યું કે સ્મિથે ડીએસ-160 ફોર્મને વાચવામાં ભૂલ કરી હતી, જે ઘરેલુ નોકરાણી સંગીતા રિચર્ડના વિઝા આવેદનના સમર્થનમાં આપવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે સ્મિથે દુર્ભાગ્યપૂર્ણ અને ખોટી રીતે એ માન્યું કે ફોર્મમાં 4500 ડોલર પ્રતિ માસ પગાર સંગીતાને આપવામાં આવે છે, જ્યારે તેમાં નિયોક્તા દ્વારા અમેરિકામાં કમાઇના આધાર વેતનની વાત કરવામાં આવી છે.

devyani
અત્રે ઉલ્લેખનીય છે કે આ ભારતીય રાજદૂત દેવયાની સાથે અમેરિકન પોલીસ દ્વારા ખરાબ વર્તૂણૂક કરવામાં આવી હતી અને તેની ધરપકડ ગૂનેગારની જેમ કરીને ભારતના સન્માનને ઠેસ પહોંચાડી હતી. ત્યારબાદ થયેલા ભારે વિરોધ બાદ અમેરિકન સરકારે નમતુ જોખીને દેવયાનીને યુએનમાં બદલીને મંજૂરી આપી છે અને કોર્ટ હાજરીમાં છૂટછાટ આપી છે.

English summary
Devyani Khobragade arrest: US official made serious mistake in reading paperwork, says lawyer.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X