For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફોર્બ્સ 2012: 400 અરબપતિઓની યાદીમાં 5 NRIનો સમાવેશ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

bharat desai
વોશિંગટન, 20 સપ્ટેમ્બર: ભારતીય મૂળના પાંચ નાગરિકોનો અમેરિકાના ચારસો અરબપતિની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ વર્ષે ફોર્બ્સ મેગેજીન દ્રારા અરબપતિઓની યાદી તૈયાર કરવામાં આવી છે.

66 બિલિયન ડૉલરની સંપતિની ધરાવતા માઇક્રોસોફ્ટના ચેરમેન બિલ ગેટ્સ યાદીમાં ટોચના સ્થાને છે. 2011 થી 2012 સુધીમાં બિલ ગેટ્સની સંપત્તિમાં 7 બિલિયન ડૉલરનો વધારો થયો છે. આ યાદીમાં બર્કશાયર હેથવે ઇન્કના વોરન બફેટ બીજા સ્થાને છે. તેમની કુલ સંપત્તિ 46 બિલિયન ડૉલર છે. બફેટની સંપત્તિમાં 7 બિલિયન ડૉલરનો વધારો થયો છે.

માર્ક ઝુકરબર્ગની રેકિંગમાં ઘટાડો

ઓરેકલ કોર્પના લેરી ઇલિયન ત્રીજા સ્થાને છે. તેમની કુલ સંપત્તિ 41 બિલિયન ડૉલર છે. તેમની સંપત્તિમાં 8 બિલિયન ડૉલરનો વધારો થયો છે. આ યાદીમાં ફેસબુક સ્થાપક માર્ક ઝુકરબર્ગ 36મા સ્થાને છે. તેમની સંપત્તિમાં જબરજસ્ત ઘટાડો નોંધાયો છે. મે મહિનામાં ફેસબુકના આઇપીઓને જાહેર કર્યા બાદ તેમની સંપત્તિમાં 8 થી 9.4 બિલિયન ડૉલરનો ઘટાડો થયો છે.

આ યાદીમાં ભારતીય મૂળના અમેરિકન નાગરિક ભરત દેસાઇ અને તેમનો પરિવાર 239મા સ્થાને છે. તેમની કુલ સંપત્તિ 2 બિલિયન ડોલર છે. કેન્યામાં જન્મેલા ભરત દેસાઇએ ટાટા કન્સલટેંસી સર્વિસના પ્રમોટર તરીકે કેરિયરની શરૂઆત કરી હતી. ચાર વર્ષ પછી તેમને કંપની છોડીને પોતાની પત્ની સાથે સિંટેલ નામની કંપની શરૂ કરી હતી. ભારતીય મૂળના અમેરિકન નાગરિક અન સિમ્ફની ટેક્નોલોજી ના સ્થાપક અને ચેરમેન રોમેશ ટી વાધવાની 250મા સ્થાને છે. તેમની કુલ સંપત્તિ 1.9 ડૉલર છે.

English summary
Five Indian-Americans have been named among the richest people in the US by Forbes list of 400 billionaires for the year 2012.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X