જેલમાંથી છૂટ્યો તો ઓનર કિલિંગ અંગે જાગૃકતા લાવશે કેદી

કૈલગિરી હેરાલ્ડ અનુસાર, કેનેડામાં એક પેરોલ બોર્ડે દલજીત સિંહ દુલેની પેરોલ અરજી નામંજૂર કરી દેવામાં આવી છે. દુલેએ પોતાની બહેન કુલવિંદર દુલે, તેમના પતિ ગુરદાવર સિંહ દુલે અને મિત્ર મુકેશ શર્માની 1991માં ઓનર કિલિંગ કરવાના આરોપમાં દોષી જાહેર કરવામાં આવ્યા હતા.
પેરોલ બોર્ડમાં પોતાની અપીલમાં દલજીતે કહ્યું કે તેનું માનવું છે કે ઓનર કિલિંગ એક ભૂલ છે અને હવે તે જેલની બહાર આવી જશે ત્યારે તેની વિરુદ્ધ અવાજ ઉઠાવશે. તે વર્ષ 2016માં જેલમાં 25 વર્ષ વિતાવ્યા બાદ પેરોલ યોગ્ય થઇ શકશે. દલજીતે પોતાની બહેન, તેના પતિ અને મિત્રની હત્યા કેનેડાના અલ્બર્ટા પ્રાંતની કૈલગિરીના આવાસિય વિસ્તાર મૈરલબોરફના પાર્કિંગ લોટમાં કરી હતી.
દલજીતે તેના પરિવારને તેની બહેનની ગુરુદાવર સાથે લગ્ન તોડવા માટે જે કંઇપણ કરવું પડે તે કરવા માટે કહ્યું હતુ. ગુરદાવર પણ તેના ગામનો જ રહેવાસી હતો અને માન્યતાઓ અનુસાર બન્ને ભાઇ-બહેન હતા. તેથી યુવતીનો પરિવાર લગ્નની વિરુદ્ધ હતો. ગુરદાવર સાથે સપ્ટેમ્બર 1990માં ભાગી ગયા બાદ દલબીરએ એક પ્રાઇવેટ તપાસકર્તાને પોતાની બહેનની શોધખોળ મેળવવાનું કામ સોંપ્યુ હતું. તેની બહેન કૈલગિરીથી ભાગીને વૈંકુવર જતી રહી હતી. ત્યાર બાદ તેણે અસાલ્ટ રાઇફલ ખરીદી અને બહેન, ગુરદાવર અને શર્માની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. શર્માએ બન્નેના લગ્નમાં મદદ કરી હતી.












Click it and Unblock the Notifications
