હવે 20 સેકેન્ડમાં ચાર્જ થઇ જશે આપનો મોબાઇલ!

કેલિફોર્નિયાની ઇશા ખરેને આ શોધ માટે ઇન્ટેલ ફાઉન્ડેશનના યંગ સાઇન્ટિસ્ટ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી છે. ઇશાનું આ ઉપકરણ મોબાઇલ ફોનની બેટરીયોમાં લગાવી શકાશે જેનાથી બેટરી 20-30 સેકન્ડમાં ચાર્જ થઇ શકશે.
એનબીસી ન્યૂઝ અનુસાર આ નાનકડા ઉપકરણમાં ઘણી ઉર્જા હોય છે અને તેનાથી બેટરી ઝડપથી ચાર્જ થઇ શકે છે તથા લાંબા સમય સુધી બેટરી કામ કરી શકે છે.
આ ખોજ માટે ઇશાને 50 હજાર અમેરિકન ડોલરનું ઇનામ આપવામાં આવ્યું છે. ઇશાએ જણાવ્યું કે તેના ફોનની બેટરી હંમેશા લો થઇ જતી હતી જેના કારણે તેણે આવું ઉપકરણ શોધવાની પ્રેરણા મળી.
ઇશાએ કઇ રીતે મોબાઇલ ફોનની બેટરીનું આયુષ્ય વધારવાનું વિચાર્યું અને કઇ રીતે તેણે આ કામને પાર પાડ્યું એ જાણવા તેને એક્સપ્લોર કરવા માટે ગુગલ પણ ઇશા ખેરેના સંપર્કમાં છે.












Click it and Unblock the Notifications
