For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકની વધુ એક ક્રુરતા, કરી ભારતીય કેદી હત્યા

|
Google Oneindia Gujarati News

prison
ઇસ્લામાબાદ, 25 જાન્યુઆરીઃ પાક સેના દ્વારા બે ભારતીય સૈનિકોના મૃતદેહો સાથેની ક્રુરતાનો મામલો હજુ શાંત નથી થયો ત્યાં તો પાકિસ્તાની જેલમાં એક ભારતીય કેદી સાથે ક્રુરતા આચરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. નળ પર કપડા ધોવાની બાબતે ભારતીય કેદીની પાકિસ્તાની જેલના અધિકારીઓએ હત્યા કરી દીધી. કોટ લખપત જેલના અધિકારીઓએ જમ્મૂ-કાશ્મીરના અખનૂર નિવાસી કેદી ચમેલ સિંહની હત્યા જ નથી કરી પરંતુ અઠવાડિયા સુધી તેના મૃતદેહને ભારત મોકલવાની વ્યવસ્થા પણ કરી નથી.

અખનૂરના પરગવાલ ગામમાં રહેતી પત્ની કમલેશ દેવી અને પુત્રી દારા સિંહે ચમેલ સિંહના મૃતદેહ માંગવાની સરકારને અરજ કરી છે. પાક જેલ અધિકારીઓ દ્વારા મૃતદેહને મોડેકથી મોકલવાનું કારણ લાહોર સ્થિત વકીલ તહસીન ખાને જણાવ્યું કે, જેના કારણે તેના શરીર પર ઇજાના નિશાન સંપૂર્ણ રીતે સાફ થઇ જાય. ભારતીય વિદેશમંત્રીના પ્રવક્તાએ પણ ચમેલના મોતની પૃષ્ટી કરી છે.

લાહોરમાં અલ્પસંખ્યકોના હક માટે જીજસ રેસ્ક્યૂ નામના એનજીઓ ચલાવનારા વકીલ તહસીન ખાને જણાવ્યું કે 15 જાન્યુઆરીએ તે લાહોરની કોટ લખપત સેન્ટ્રલ જેલમાં બંધ હતા. તે દિવસે સવારે અંદાજે પાણા આઠ વાગ્યે ભૂલથી સરહદ પાર જતા પાંચ વર્ષની સજા ભોગવી રહેલા જમ્મૂને અનખૂર સેક્ટરમાં પરગવાલ નિવાસી ચમેલ સિંહ પુત્ર રસાલ સિંહ બૈરક બહાર લાગેલા નળ પર કપડા ધોવા લાગ્યા. ત્યારે હેડ વોર્ડન મો. નવાજ અને મો સદીકે તેની ગંદકી નહીં ફેલાવવા કહ્યું. તેના પર ચમેલે કહ્યું કે તેને કપડાં ધોવાની જગ્યા બતાવવામાં આવે. તે સમયે ત્યાં જેલમાં આસિસ્ટેન્ટ સુપરિટેન્ડેટ પણ આવી ગયા. તેમની સામે જ બે વોર્ડનને ચમેલના માથા અને આંખ પર વાર કરવાની શરૂઆત કરી દીધી. અચાનક આંખ અને માથા પરથી લોહી નિકલથા જોઇ આસિસ્ટેન્ટ સુપરિટેન્ડેન્ટ ત્યાંથી જતા રહ્યાં.

વકીલે કહ્યું કે, તે અને બીજા કેદી જ્યારે ચમેલી પાસે પહોંચ્યાં ત્યારે તેમની મોત થઇ ચૂકી હતી. ભારતીય કેદીની હત્યા પર ત્યાં હડકંપ મચી ગયો તો તુરત જ તેના મૃતદેહને લઇને જેલ કર્મચારી હોસ્પિટલ જતા રહ્યાં. 18 જાન્યુઆરીએ જેલથી જમાનત પર બહાર આવેલા વકીલ તહસીના લાહોરને જિન્ના સિવિલ હોસ્પિટલમાં જાણકારી મેળવી તો ખબર પડી કે ચમેલના મૃતદેહને માર્ચરીમાં રાખવામાં આવ્યું છે.

English summary
An Indian national, who was about to complete his five year imprisonment on charges of espionage, has died in a Pakistani jail, amid reports that he was "mercilessly beaten" by prison staff two days before his death.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X