ભારતીય રેસ્ટોરન્ટ માલિક પર ઓસ્ટ્રેલિયામાં હુમલો

આઠ કિશોરોએ તેમના પર વંશીય ટીપ્પણીઓ કરી તથા એક કિશોરે તેમના મો પર મુક્કો માર્યો. બતાર્તના પોલીસ અધિકારી મેટ હેઇસે જણાવ્યું કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને પોલીસ સીસીટીવી ફૂટેજ જોઇ રહી છે તથા ટૂંક સમયમાં હુમલાવરોને પકડી પાડવામાં આવશે. સ્થાનીય મીડિયામાં આ અહેવાલ આવ્યો છે.
બલાર્ત મેયર જોન બર્ટે આજે સ્થાનીય હોસ્પિટલમાં ગોયલ સાથે મુલાકાત કરી અને આરોપીયોની ધરપકડ કરી લેવા અંગે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. તેમણે કહ્યું કે 'બલાર્ત એક એવું શહેર છે કે જેને બધાનું સ્વાગત કરી પોતાના પર ગર્વ અનુભવાય છે અને હું આ પ્રકારના હુમલા થવાથી વ્યથિથ છું.'
હુમલામાં ગોયલનું જબડું ઘણી જગ્યાએથી તૂટી ગયું છે, મેયરે જણાવ્યું કે 'અમે સૌ આપની સાથે છીએ અને એ સુનિશ્ચિત કરીશ કે દોષિઓને પકડવામાં આવે.' તેમણે સાથે સાથે એ પણ જણાવ્યું કે તેઓ બલાર્તમાં વંશીય હુમલા સામે કાર્યવાહી કરવા માટે તૈયાર છું.












Click it and Unblock the Notifications
