અબોર્શન કેસ: આયર્લેન્ડ કેબિનેટમાં આજે રિપોર્ટ રજૂ થશે

તેમણે જણાવ્યું કે આ એક ગંભીર મુદ્દો છે અને આનાથી દેશ બે ભાગમાં વહેંચાઇ શકે છે. ઉલ્લેખનીય છે કે ભારતીય મૂળની 31 વર્ષીય મહિલા ડોક્ટર સવિતાની આયર્લેન્ડની એક હોસ્પિટલમાં એબોર્શન નહીં કરવાને કારણે મૃત્યું થયું હતું.
સવિતાનું મિસકેરિજ થઇ ગયુ હતું જેના કારણે એબોર્શન કરવું જરૂરી હતું પરંતુ, અત્રેના કાનૂનમાં ગર્ભપાતની જોગવાઇ નહી હોવાથી ડોક્ટરોએ સવિતાનું એબોર્શન કર્યું નહીં પરિણામે સવિતાનું મોત થયું હતું.
સવિતાના મૃત્યુ બાદ સમગ્ર આયર્લેન્ડમાં આ કાનૂનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે સરકાર ફરી આ કાનૂન પર વિચાર કરવા મજબૂર થઇ ગઇ છે.












Click it and Unblock the Notifications
