હ્યુસ્ટન, 6 માર્ચ: ભારતીય મૂળનો એક 21 વર્ષનો યુનિવર્સિટીનો વિદ્યાર્થી રહસ્યમય રીતે ગુમ થઇ ગયો છે. તે ફ્લોરિડામાં પોતાના મિત્રોની સાથે રજા માણવા માટે ગયો હતો. આ ઉપરાંત, ન્યૂયોર્કમાં ભારતીય મૂળના એક અમેરિકન વિદ્યાર્થીની શોધ પણ ચાલુ છે.
મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહેલા અને રાઇસ યુનિવર્સિટીમાં માર્ટેલ કોલેજના સભ્ય રેની જોસ ફ્લોરિડામાં પનામા સિટીમાં આવેલા બીચ પર રજામાં પોતાના મિત્રો સાથે ગયો હતો. ફ્લોરિડામાં બે કાઉંટી શેરિફ આફિસ જોસની તપાસમાં લાગી ગયા છે. જોસને સોમવારે સાંજે છેલ્લીવાર જોવામાં આવ્યો હતો.
તેના મિત્રોએ જણાવ્યું કે તે સાંજના સમયે ફરવા માટે નિકળ્યો હતો, પરંતુ ત્યારબાદ તે પાછો ફર્યો નહી. ન્યૂઝ 10 દ્વારા અપાયેલા સમાચારમાં તે પોતાના મિત્રોની સાથે શનિવારે પનામા સિટી બીચ આવ્યો હતો. આ દરમિયાન ન્યૂયોર્કથી 22 વર્ષીય નર્સિંગની વિદ્યાર્થિની જૈસમીન જોસેફ પણ ગુમ થઇ ગઇ હતી જેની તલાશ પણ જારી છે. તેને 24 ફેબ્રુઆરીના રોજ ન્યૂયોર્કથી સયોસેટ વિસ્તાર સ્થિત પોતાના ઘરેથી પોતાની કારમાં ન્યૂયોર્ક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના કેમ્પસ માટે રવાના થતી વખતે જોવાઇ હતી.
જોસેફે સાંજે પોતાના પિતાને ફોન કરીને જણાવ્યું હતું કે તે કોજેલના પુસ્તકાલયમાં છે અને ત્યારપછીથી તે ગુમ છે. છેલ્લા કેટલાંક સમયથી ભારતીય મૂળના અમેરિકન વિદ્યાર્થીઓ રહસ્યમય રીતે ગુમ થયાના ત્રણ કિસ્સા પ્રકાશમાં આવ્યા છે, જેમાં તેમના માતાપિતા મૂળ કેરળના રહેનારા છે.આ ઉપરાંત સાઉદર્ન ઇલિનોઇસ યૂનિવર્સિટીનો વિદ્યાર્થી પ્રવીણ વર્ગીસ છ દિવસથી ગુમ રહ્યા બાદ કારબોંદાલેમાં મૃત હાલથમાં મળી આવ્યો હતો.