યુએસ કોર્ટે સુનાવણીની તારીખ આગળ ધપાવવા દેવયાનીની અરજી ફગાવી

Posted By:
Subscribe to Oneindia News

ન્યૂયોર્ક, 9 જાન્યુઆરી: અમેરિકન કોર્ટે શરૂઆતી સુનાવણી માટે તારીખ આગળ ધપાવવા દેવયાની ખોબરાખડેની અરજીને ફગાવી દીધી છે. દેવયાનીના મામલામાં 13 જાન્યુઆરીના રોજ તહોમતનામું દાખલ કરવામાં આવશે. સદર્ન ડિસ્ટ્રિક્ટ ઓફ ન્યૂયોર્કની મેજિસ્ટ્રેટ સારા નેટબર્ને જણાવ્યું કે તારીખ આગળ વધારવાથી ખોબરાગડે વિઝા છેતરપિંડી મામલાના ઉકેલ માટે પોતાના અને સરકાર વચ્ચેની વાર્તાને લઇને જે રાહત જોઇએ, તે નહીં મળે.

જજે પોતાના આદેશમાં જણાવ્યું કે આરોપીની ધરપકડ અથવા આ પ્રકારના આરોપોના સિલસિલામાં સમન મળવાની તારીખથી 30 દિવસોની અંદર આરોપીની વિરુધ્ધ ગુનાને અંજામ આપવા માટે તહોમતનામું અથવા માહિતી દાખલ થઇ જવી જોઇએ. પ્રારંભિક સુનાવણીની તારીખ સ્થગિત કરવાનો તહોમતનામા પર કોઇ અસર પડશે નહીં.

devyani
નેટબર્ને જણાવ્યું કે, પ્રતિવાદીએ માત્ર એ આગ્રહ કર્યો છે કે કોઇ સારા કારણ માટે પ્રારંભિક સુનાવણી 30 દિવસો માટે સ્થગિત કરી દેવામાં આવે. સુનાવણીની તારીખ બદલવાથી તહોમતનામું દાખલ કરવાનો સમય બદલાશે નહીં, પ્રતિવાદીની દલિલ પર તહોમતનામાને લઇને દબાણ તેમને રાહત નહીં અપાવે જે તે ઇચ્છે છે.

તેમણે પોતાના આદેશમાં જણાવ્યું કે યોગ્ય કારણ નહીં બતાવવાના કારણે આરોપીની અરજીને નામંજૂર કરવામાં આવે છે. નેટવર્કે જણાવ્યું કે ખોબરાગડેની 12 ડિસેમ્બર, 2013ના રોજ ધરપકડ કરવામાં આવી હતી, તેની પર જાન્યુઆરી 2014 સુધી તહોમતનામું દાખલ થઇ જવું જોઇએ.

English summary
In a major setback to Indian diplomat Devyani Khobragade, a federal judge has rejected her plea to extend the January 13 deadline for a preliminary hearing on the visa fraud issue, the date by when she has to be charged.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.