70 વર્ષિય ભારતીય અબજોપતિને જોઇએ છે સ્લિમ દૂલ્હન!

marriage
નવી દિલ્હી, 4 એપ્રિલઃ મેક્સિકોમાં રહેનારા એક ભારતીય અબજોપતિ વ્યાપારીને ભારતીય મૂળની સુંદર અને સ્લિમ દૂલ્હનની તલાશ છે, જેને બાળકો ના હોય. મેક્સિકોના અબજોપતિએ એક સમાચારપત્રમાં 21 હજાર ડોલરનો ખર્ચ કરીને ફૂલપેજ જાહેરાત આપી છે. જેમાં તેમણે તેમની નવી-નવેલી ભાવી દૂલ્હન માટે કેટલીક શરતો મુકી છે.

રિસ્પોન્સ નહીં મળ્યા બાદ આ જાહેરાત તેમણે ભારતીય અખબારમાં રિવવારે છપાવ્યો છે. આ એડમાં અંગ્રેજીમાં લખેલું છે કે, તે એક શાનદાર યુવક છે, શું તમે લગ્ન કરવા માંગો છો?

આ જાહેરાતમાં દૂલ્હન બનવાની શરતો અંગે લખવામાં આવ્યું છે કે, દૂલ્હન બનવા ઇચ્છૂક યુવતીને અંગ્રેજી આવડવું જોઇએ. સ્કૂલિંગ થયેલી હોવી જોઇએ, મને એ વાતથી મતલબ નથી કે તમારી પાસે પૈસા છે કે નહીં. તમારી પાસે ઉત્સાહિત જીવન જીવવા માટેનો ઝુસ્સો હોવો જોઇએ. તમે સ્લિમ હોવી જોઇએ અને તમારી ઉમર 40 વર્ષથી વધારે ના હોવી જોઇએ. તમે શાકાહારી ના હોવી જોઇએ. દિનશાહએ અત્યારસુધી 20 દૂલ્હનોનું ઇન્ટરવ્યું લીધું છે, પરંતુ હજી સુધી તેમને મનભાવક દૂલ્હન મળી નથી.

દિનશાહ મિમદલાલ એક કાર દુર્ઘટનામાં પોતાની પત્નીને ત્રણ વર્ષ પહેલા ગુમાવી ચૂક્યા છે. મેક્સિકોમાં તેમનો વ્યાપાર છે. 32 વર્ષે તેમના લગ્ન થઇ ચૂક્યા હતા પરંતુ એક રોડ અકસ્માતમાં પત્નીનું મોત નીપજ્યા બાદ તે એકલા છે. હવે જિંદગીના આ પડાવમાં એકાંતપણા સામે લડવું અઘરું થઇ ગયું છે. દિનશાહની ઇચ્છા છે કે જે યુવતી તેની સાથે લગ્ન કરે તે તેમને પ્રેમ કરે ના કે તેમના પૈસાને.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X