સચિન કે પોન્ટિંગ નહીં, મહિલાઓએ પહેલા બનાવ્યા હતા આ રેકોર્ડ

વિશ્વ ક્રિકેટમાં જ્યારે પણ કોઇ રેકોર્ડની વાત આવે ત્યારે આપણે મોંઢે સૌથી પહેલું નામ મહાન ક્રિકેટર સચિન તેંડુલકરનુ આવે છે, અથવા તો પછી બ્રાયન લારા, રિકી પોન્ટિંગ, રાહુલ દ્રવિડ, વિસ્ફોટક વિરેન્દ્ર સેહવાગ, મહેન્દ્ર સિંહ ધોની, શાહિદ આફ્રિદી કે પછી વિરાટ કોહલીનું નામ અને તેમણે બનાવેલા રેકોર્ડ અંગે વાત કરતા હોઇએ છીએ.

પરંતુ વિશ્વ ક્રિકેટની વાત કરીએ કે જેમાં મહિલા ક્રિકેટ ટીમ અને પુરુષ ક્રિકેટ ટીમ આવે છે અને તેમના દ્વારા બનાવવામાં આવેલા રેકોર્ડ પર નજર ફેરવવામાં આવે તો, સચિન, લારા કે સહિતના અનેક ખેલાડીઓ દ્વારા બનાવવામાં આવેલા અમુક રેકોર્ડ આ મહિલા ક્રિકેટર્સે તેમના પહેલાં બનાવી નાંખ્યા હતા. આજે અમે અહીં એવા જ પાંચ રેકોર્ડ અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ, જેને પુરુષ ક્રિકેટર્સ કરતાં પહેલા મહિલા ક્રિકેટર્સે બનાવી નાંખ્યા છે. તો ચાલો તસવીરો થકી તેના પર નજર ફેરવીએ.

આ પણ વાંચોઃ- ‘સુપરમેન' બ્રેન્ડન મેક્કુલમની ફિલ્ડિંગ પર ઓવારી ગયા દર્શકો
આ પણ વાંચોઃ- કંઇક એવી રીતે આઉટ થયો પૂજારા કે તૂટ્યો 28 વર્ષ જૂનો રેકોર્ડ

વનડે ક્રિકેટમાં બેવડી સદી

વનડે ક્રિકેટમાં બેવડી સદી

સચિન તેંડુલકરે 2010માં ગ્વાલિયર ખાતે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય વનડેમાં 200 રન કરનાર પહેલો ખેલાડી બની ગયો હતો, પરંતુ ખરા અર્થમાં જોઇએ તો સચિન તેંડુલકર પહેલા આ સિદ્ધિ 1997ના મહિલા વિશ્વકપ દરમિયાન ઓસ્ટ્રેલિયાની ખેલાડી બેલિન્ડા ક્લાર્કે હાંસલ કરી હતી.

વનડે ઇનિંગમાં 400 રનનો સ્કોર

વનડે ઇનિંગમાં 400 રનનો સ્કોર

વનડે ક્રિકેટમાં 2006માં જ્હોનિસબર્ગ ખાતે રમાયેલી ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચમાં ઓસ્ટ્રેલિયાએ 434 રનનો સ્કોર બનાવ્યો હતો. ત્યારબાદ અનેક ટીમો દ્વારા 400 કે તેથી વધુનો સ્કોર વનડે ક્રિકેટમાં બનાવ્યો છે, પરંતુ 1997માં ડેનમાર્ક સામેની વિશ્વકપની એક મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમે 400 રન બનાવ્યા હતા.

ટેસ્ટ મેચમાં 100 રન અને 10 વિકેટ

ટેસ્ટ મેચમાં 100 રન અને 10 વિકેટ

ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર બેટ્ટી વિલસન એવી પહેલી ક્રિકેટર હતી કે જેણે ટેસ્ટ ક્રિકેટમાં 100 રન બનાવ્યા હતા અને 10 વિકેટ લીધી હતી. તેણે આ સિદ્ધિ 1958માં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં હાંસલ કરી હતી, જેમાં તેણે 112 રન બનાવ્યા હતા અને 11 વિકેટ લીધી હતી. ત્યારબાદ એલન ડેવિસને 1960માં સિદ્ધિ હાસલ કરી હતી.

ટી20માં સળંગ સૌથી વધુ મેચ વિજય

ટી20માં સળંગ સૌથી વધુ મેચ વિજય

ટી20માં સળંગ સૌથી વધુ મેચ વિજયની વાત કરવામાં આવે તો ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમે ટી20માં સળંગ 14 મેચોમાં વિજય નોંધાવ્યો છે. જ્યારે પુરુષ ક્રિકેટમાં ઇંગ્લેન્ડની ટીમે 2010માં સળંગ 8 મેચમાં વિજય મેળવ્યો હતો.

સૌથી વધુ વખત વિશ્વકપ વિજેતા

સૌથી વધુ વખત વિશ્વકપ વિજેતા

ઓસ્ટ્રેલિયાની પુરુષ ક્રિકેટ ટીમે 1987, 1999, 2003 અને 2007 એમ ચાર વખત વિશ્વકપ જીત્યો છે. જ્યારે ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમે 1978, 1982, 1988, 1997, 2005 અને 2013માં એમ છ વખત વિશ્વકપ જીત્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X