For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કંઇક એવી રીતે આઉટ થયો પૂજારા કે તૂટ્યો 28 વર્ષ જૂનો રેકોર્ડ

|
Google Oneindia Gujarati News

ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પૂજારાને ઇંગ્લિશ કાઉન્ટી ચેમ્પિયનશીપમાં લીસેસ્ટરશાયર વિરુદ્ધ હેંડલિંગ ધ બોલ હેઠળ આઉટ જાહેર કરવામાં આવ્યો હતો. ડર્બીશાયર તરફથી રમતા પૂજારા છ રન બનાવીને આઉટ થયો હતો. પૂજારાએ આ પહેલા ગત મેચમાં શાનદાર 90 રન બનાવ્યા હતા. 28 વર્ષ બાદ કોઇ ભારતીય હેન્ડલિંગ ધ બોલ આઉટ થયો છે. આ પહેલા 1986માં મોહિન્દર અમરનાથ આ પ્રકારે જ આઉટ થયા. આ રીતે આઉટ થનાર તે પહેલા ભારતીય હતા.

આ સાથે જ ઇંગ્લેન્ડમાં 18 વર્ષ બાદ આ પ્રકારે આઉટ થનાર તે પહેલો બેટ્સમેન પણ બની ગયો છે. આ પહેલા કાર્લ ક્રિકેન ભારત વિરુદ્ધ આ પ્રકારે આઉટ થયા હતા. જોકે પૂજારા પહેલા તાજેતરમાં જ ત્રિનિદાદ એન્ડ ટોબેગોનો ઇવિન લેવિસ પણ આ પ્રકારે આઉટ થઇ ચૂક્યો છે.

શું છે હેન્ડલિંગ ધ બોલ આઉટ નિયમ
શોટ રમ્યા પછી બોલ વિકેટ તરફ જઇ રહ્યો હોય અથવા તો બેટને લાગ્યા બાદ બોલને બેટ્સમેન દ્વારા રોકવામાં આવે તેને હેન્ડલિંગ ધ બોલ આઉટ ગણાવી શકાય છે. આ પ્રકારે આઉટ થનાર વિકેટનો શ્રેય બોલરને મળતો નથી. તો ચાલો તસવીરો થકી જાણીએ હેન્ડલિંગ ધ બોલ આઉટ થનાર કેટલાક ખેલાડીઓ અંગે.

આ પણ વાંચોઃ- ટી20માં 5000 રનઃ રૈના વિશ્વનો સાતમો બેટ્સમેન
આ પણ વાંચોઃ- ચેમ્પિયન્સ લીગમાં ભારત-પાક ક્રિકેટર્સની પત્નીઓએ પીરસ્યું ગ્લેમર

ગ્રાહમ ગૂચ

ગ્રાહમ ગૂચ

વર્ષઃ- 1993
મેચઃ- ઇંગ્લેન્ડ વિ. ઓસ્ટ્રેલિયા

એન્ડી વોલર

એન્ડી વોલર

વર્ષઃ- 1994-95
મેચઃ- માશોનલેન્ડ સીડી વિ. માશોનલેન્ડ અન્ડર-24

કાર્લ ક્રિક્કેન

કાર્લ ક્રિક્કેન

વર્ષઃ- 1996
મેચઃ- ડર્બીશાયર વિ. ઇન્ડિયન્સ

એ બડેનહોર્સ્ટ

એ બડેનહોર્સ્ટ

વર્ષઃ- 1998-99
મેચઃ- એસ્ટર્ન પ્રોવિન્સ બી વિ. નોર્થ વેસ્ટ

સ્ટિવ વો

સ્ટિવ વો

વર્ષઃ- 2000-01
મેચઃ- ઓસ્ટ્રેલિયા વિ. ભારત

માઇકલ વોગન

માઇકલ વોગન

વર્ષઃ- 2001-02
મેચઃ- ઇંગ્લેન્ડ વિ. ભારત

તુષાર ઇમરાન

તુષાર ઇમરાન

વર્ષઃ- 2001-02
મેચઃ- બાંગ્લાદેશ એ વિ. જમૈકા

મોહમ્મદ અલ સાહરિઆર

મોહમ્મદ અલ સાહરિઆર

વર્ષઃ- 2003-04
મેચઃ- ઢાકા વિ. ચિત્તાગોંગ

જુનૈક ઝિઆ

જુનૈક ઝિઆ

વર્ષઃ- 2003-04
મેચઃ- રાવલપિંડી વિ. લાહોર

ડગ વોટ્સન

ડગ વોટ્સન

વર્ષઃ- 2004-2005
મેચઃ- ડોલફિન્સ વિ. ઇગલ્સ
એમ ઝોન્ડેસ્કિ વર્ષ 2006-07માં, એલ મોસેના વર્ષ 2007-08માં, ડબલ્યુ વિલિયમ્સ 2012-13માં અને ઇ લેવિસ 2013-14માં

ચેતેશ્વર પૂજારા

ચેતેશ્વર પૂજારા

વર્ષઃ- 2014
મેચઃ- ડર્બીશાયર વિ. લીસેસ્ટરશાયર

English summary
India batsman Cheteshwar Pujara today was given out "handled the ball" while playing for Derbyshire against Leicestershire in the County Championship Division Two match. He is the first Indian batsman to be dismissed in this way in first-class cricket.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X