For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ક્રિકેટ ઉપરાંત જાણો ધોની સાથે જોડાયેલી 10 ખાસ વાતો

|
Google Oneindia Gujarati News

ભારતીય ક્રિકેટ ટીમના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીનો આજે જન્મ દિવસ છે. રાચીથી આવેલા એક છોકરાએ ટૂંક સમયમાં પોતાના ખેલથી એ જાહેર કરી દીધું હતું કે તે ક્રિકેટની દુનિયામાં લાંબી ઇનિંગ રમવા માટે આવ્યો છે. વર્ષ 2004માં બાંગ્લાદેશ વિરુદ્ધ રમીને ધોનીએ પોતાની વનડે ક્રિકેટની શરૂઆત કરી હતી અને આ સાથે જ તે ક્રિકેટ જગતમાં સફળતાની સીડી ચઢતો ગયો. દેશમાં ધોનીની લોકપ્રિયતા એટલી હદે જોવા મળે છેકે, તેની હેરસ્ટાઇલથી લઇને ધોનીની બાઇકના પણ લોકો દિવાના થઇ ગયા.

33 વર્ષના ધોનીએ ક્રિકેટના દરેક ફોર્મમાં પોતાને સાબિત કર્યો છે. જોકે, દરેક ખેલાડીની જેમ ધોનીએ પણ સફળતાની સાથોસાથ અનેકવાર પરાજયનો સ્વાદ પણ ચાખ્યો છે અને ખરાબ પ્રદર્શનના કારણે લોકોના ગુસ્સાનો પણ સામનો કર્યો છે. ધોની હંમેશા પોતાના શાંત વ્યક્તિત્વ માટે જાણીતો છે અને આ તેની સફળતાનું રહસ્ય છે. કદાચ એટલા માટે જ માસ્ટર બ્લાસ્ટર સચિને તેંડુલકરે પણ 2011માં વિશ્વકપ જીત્યા બાદ ધોનીના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે અત્યારસુધીના સુકાનીઓમાં ધોની સૌથી શ્રેષ્ઠ સુકાની છે, પરંતુ ક્રિકેટને છોડીને પણ અનેક એવી વાતો છે, જેના કારણે આ કેપ્ટન કૂલ ઘણા ચર્ચામાં રહ્યાં છે, તો ચાલો તસવીરો થકી જાણીએ ધોની સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતોને.

કેપ્ટન કૂલ

કેપ્ટન કૂલ

ધોનીનો જાદૂ તેના ફેન્સ પર કંઇક એ પ્રકારે છવાયો કે ધોની જેવી હેરસ્ટાઇલ રાખતા અનેક યુવાનો જોવા મળ્યા હતા.

બાઇક પ્રત્યે દિવાનગી

બાઇક પ્રત્યે દિવાનગી

ધોની પાસે 23 બાઇક છે. તેમાં તેની સૌથી ફેવરિટ હાર્લે ડેવિડ્સન છે. જેને તે રાંચીના રસ્તાઓ પર ફેરવવાનું વધારે પસંદ કરે છે.

ક્યારેક દીપિકા, ક્યારેક અસિન

ક્યારેક દીપિકા, ક્યારેક અસિન

લગ્ન પહેલા ધોનીના અફેર્સના સમાચારો ઘણા ચર્ચામાં રહ્યાં. તેનું નામ ક્યારેક બૉલીવુડ અભિનેત્રી દીપિકા પાદૂકોણ સાથે તો ક્યારેક અસિન સાથે જોડાવા લાગ્યું હતું.

એન્ડોર્સમેન્ટનો સમ્રાટ

એન્ડોર્સમેન્ટનો સમ્રાટ

ફોર્બ્સની યાદી અનુસાર, સુકાની ધોની ભારતનો સૌથી વધારે કમાણી કરતો ખેલાડી છે. તે એકમાત્ર ભારતીય ખેલાડી છે, જેણે ફોર્બ્સની ટોપ 100ની યાદીમાં સ્થાન મેળવ્યું હતું.

પાર્ટીઓ આપવાનું છે પસંદ

પાર્ટીઓ આપવાનું છે પસંદ

ધોની પોતાની પાર્ટીઓના કારણે પણ ઘણો ચર્ચામાં રહે છે. આઇપીએલ દરમિયાન તેણે પોતાની ટીમ સાથે ઘણી પાર્ટીઓ કરી હતી.

પેપ્સીથી લઇને વિડિયોકોન

પેપ્સીથી લઇને વિડિયોકોન

જાહેરાતની દુનિયામાં ધોનીનું ઘણું નામ છે. પેપ્સી, આઇસક્રીમથી લઇને વિડિયોકોન સુધી ધોની અનેક જાહેરાતોમાં જોવા મળ્યો છે.

કાર્સનો શોખ

કાર્સનો શોખ

બાઇક્સની સાથોસાથ ધોની પાસે કાર્સની પણ ઘણી લાંબી યાદી છે. તેની પાસે અનેક કાર્સ છે, પરંતુ તેની ફેવરિટ કાર નવી Hummer H2 છે.

તો આર્મીમાં હોત

તો આર્મીમાં હોત

સુકાની મહેન્દ્ર સિંહ ધોનીને ટેરિટોરિયલ આર્મીમાં માનદ લેફ્ટિનેન્ટ કર્નલના રેન્કથી સન્માનિત કરવામાં આવ્યું છે, જોકે તેમણે કહ્યું હતું કે જો તેઓ ક્રિકેટર ના હોત તો તે આર્મીમાં હોત.

લગ્ન

લગ્ન

મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની બાળપણની મિત્ર સાક્ષી સાથે લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા હતા. બે વર્ષ સુધી પ્રેમ સંબંધ રાખ્યા બાદ તેમણે 23 જુલાઇ 2010ના રોજ લગ્ન કરી લેવાનું નક્કી કર્યું હતું, ધોનીના લગ્નના સમાચાર જેવા મીડિયા આવ્યા કે તેના ચાહકોથી માંડીને બધા જ આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા કે ધોનીએ આમ અચાનક લગ્નનો નિર્ણય શા માટે કરી લીધો જોકે, બાદમાં તેણે જણાવ્યું હતું કે આ નિર્ણય અચાનક લેવાયો નથી, અમુક મહિનાઓ પહેલાથી જ બન્ને લગ્ન અંગે આયોજન કરી રહ્યાં હતા.

ટિકિટ કલેક્ટર

ટિકિટ કલેક્ટર

ક્રિકેટ રમવાની સાથોસાથ ધોની નોકરી પણ કરતો હતો. ધોનીએ બિહાર અન્ડર 19 ટીમ તરફથી રમતો હતો અને બાદમાં તેને બિહારની રણજી ટ્રોફી માટેની ટીમ માટે પસંદ કરવામાં આવ્યો અને તે બિહારની ટીમ માટે રમતો હતો સાથોસાથ તે ખરગપુર રેલવે સ્ટેશન પર ટિકિટ કલેક્ટર તરીકે પણ નોકરી કરતો હતો, જેથી પોતાના પરિવારને સપોર્ટ કરી શકે.

English summary
Today is Mahendra Singh Dhoni's birthday. Here are some of points which made him into news apart from cricket.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X