સચિને કહ્યું, મારા તમામ સ્વપ્ન પૂરા થયા
નવી દિલ્હી, 9 ઓક્ટોબરઃ આગામી મહિને આંતરરાષ્ટ્રિય ક્રિકેટમાં 24 વર્ષ પૂર્ણ કરવા જઇ રહેલા સચિન તેંડુલકરે ચેમ્પિન્યસ ટ્રોફીમાં મુંબઇ ઇન્ડિયન્સની જીત પર કહ્યું કે, આ ખેલ સાથે જોડાયેલા તમામ સ્વપ્ન પૂર્ણ થઇ ગયા. ચેમ્પિયન્સ લીગમાં મુંબઇ ઇન્ડિયન્સે રાજસ્થાનને 33 રનથી હરાવ્યું. આ મેચમાં સચિને 15 રનની ઇનિંગ રમી હતી. સચિને મેચ બાદ કહ્યું હતું કે, ટી20ની આ શ્રેણીમાં અમે શરૂઆતથી જ અમે ટ્રોફી જીતવા માગતા હતા, મને ખુશી છે કે, અમે આઇપીએલ બાદ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ વિજય હાંસલ કર્યો.
ક્રિકેટના તમામ ફોર્મેટમાં 50 હજાર રન પૂરા કરવાના પ્રશ્ન પર સચિને પ્રતિક્રિયા આપતા કહ્યું કે, સાચું કહું તો મને એ અંગે કોઇ જ જાણકારી નહોતી. મેદાનમાં જ્યારે મે બિગ સ્ક્રીન પર જોયું તો મને આશ્ચર્ય થયો. આ એખ લાંબી અને સુખદ યાત્રા હતી, જેમાં અનેક ઉતાર-ચઢાવ આવ્યા, મને કોઇનાથી ફરિયાદ નથી.













Click it and Unblock the Notifications
